શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે 3 મેચની વનડે શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચ 20 ઓક્ટોબરે રમાશે. આ મેચમાં શ્રીલંકાના સ્ટાર ખેલાડી પથુમ નિસાંકા ઈજાના કારણે બહાર છે. તેના સ્થાને નિશાન મદુશંકાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. મદુશંકા પ્રથમ વખત શ્રીલંકા માટે ODIમાં ભાગ લેશે.


શ્રીલંકાએ કર્યા ફેરફાર

પલ્લેકેલેમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ મેચમાં શ્રીલંકાને મોટો ફટકો પડ્યો હતો જ્યારે પથુમ નિસાંકા ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવી શક્યો ન હતો. નિસાંકા શ્રીલંકન ટીમના અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેની ગેરહાજરી પણ લંકા માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે. તેણે શ્રીલંકા માટે 58 ODI મેચોમાં 43.88ની શાનદાર એવરેજથી 2326 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 14 અડધી સદી નોંધાઈ છે.


મદુશંકાએ વનડે ડેબ્યૂ કર્યું

નિસાંકાની જગ્યાએ નિશાન મદુશંકાએ ડેબ્યૂ કર્યું હતું. તેણે શ્રીલંકા માટે 10 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તે આ મેચ દ્વારા જ વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે. મદુશંકાએ શ્રીલંકા માટે 10 ટેસ્ટ મેચમાં 33.58ની એવરેજથી 571 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 1 સદી સિવાય 2 અડધી સદી પણ પોતાના નામે કરી છે.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

નિશાન મદુષ્કા, કુસલ મેન્ડિસ (wk), અવિષ્કા ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, ચારિથ અસલંકા (c), સાદિરા સમરાવિક્રમા, ઝેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, જેફરી વેન્ડરસે, અસિથા ફર્નાન્ડો.

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

બ્રાન્ડોન કિંગ, એલેક એથેનાઝ, શાઈ હોપ (c, wk), કેસી કાર્ટી, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, રોમારીયો શેફર્ડ, હેડન વોલ્શ, ગુડાકેશ મોટી, જેડેન સીલ્સ, અલઝારી જોસેફ


  • Follow us on: