• IPL 2024 માટે એબી ડી વિલિયર્સે ભવિષ્યવાણી કરી

  • RCBનો ખિતાબનો દુકાળ IPL 2024માં સમાપ્ત થઈ શકે
  • RCBએ અત્યાર સુધી IPLમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અત્યાર સુધી IPLમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી. RCBમા અનિલ કુંબલે, ડેનિયલ વેટોરી, વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ જેવા મહાન ખેલાડીઓ હોવા છતાં ટ્રોફી જીતી શકી નથી. સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડિ વિલિયર્સ પણ ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા 10 વર્ષ સુધી RCB માટે રમ્યો હતો. તેણે 2021ની સીઝન રમ્યા પછી નિવૃત્તિ લીધી હતી. ડી વિલિયર્સ દ્વારા 17મી સિઝન પહેલા એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેણે કહ્યું છે કે RCBનો ખિતાબનો દુકાળ IPL 2024માં સમાપ્ત થઈ શકે છે.

એબી ડી વિલિયર્સે કરી ભવિષ્યવાણી

સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ 'મિસ્ટર 360' તરીકે જાણીતા છે. તેણે એક ઇન્ટરવ્યુમાં RCB IPL 2024 ચેમ્પિયન બનવાની આગાહી કરી હતી. ડા વિલિયર્સને પૂછવામાં આવ્યું કે, શું તેને લાગે છે કે આ વર્ષે RCB ટ્રોફી જીતશે, તો તેણે કહ્યું, 'હા, મને એવી આશા છે.' RCB IPL 2023માં પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ગયા વર્ષે ટ્રોફી જીતી હતી. RCB 16 સીઝનમાંથી 8 વખત પ્લેઓફમાં પ્રવેશ્યું છે. RCB એ ફ્રેન્ચાઈઝી પણ ત્રણ વખત ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ ટ્રોફી હાથમાંથી સરકી ગઇ હતી. 2009 અને 2011 સિવાય ટીમે 2016માં ટાઈટલ મેચ રમી હતી.

ઓક્શનમાં ખરીદ્યા આ ખેલાડી

RCBએ IPL 2024 માટે પોતાના પેસ આક્રમણમાં અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ જેવા બોલરોને સામેલ કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ ગયા મહિને અલ્ઝારીના રૂપમાં હરાજીમાં સૌથી મોટી ખરીદી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી માટે આરસીબીએ 11.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ફર્ગ્યુસનને 2 કરોડ અને યસ દયાલને 5 કરોડ રૂપિયા મળ્યા.

RCBની સંપૂર્ણ ટીમ

RCB ની ટીમમાં ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, ગ્લેન મેક્સવેલ, વિલ જૈક્સ, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલ્ઝારી જોસેફ, કાર્તિક શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાંગર, સૌરવ ચૌહાણ, સ્વપ્નિલ સિંઘ, વિજયકુમાર વિશાક, આકાશ દીપ, લોકી ફર્ગ્યુસન, ટોમ કરન, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલે, યશ દયાલ, મહિપાલ લોમરોર.

  • Follow us on: