• સાઉથ આફ્રિકા સામે ભારતની 8 વિકેટે જીત
  • ભારત 3 મેચની ODI સિરીઝમાં 1-0થી આગળ
  • સાઉથ આફ્રિકા 116 રનમાં ઓલઆઉટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતની 8 વિકેટે જીત થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 16 ઓવરમાં 2 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 116 રનમાં સમેટાઈ ગઈ હતી. ODI ક્રિકેટમાં ભારતીય ટીમ સામે સાઉથ આફ્રિકાનો આ ત્રીજો સૌથી લો સ્કોર છે.

સાઉથ આફ્રિકાનો આ ત્રીજો સૌથી લો સ્કોર

સાઉથ આફ્રિકા વનડે ક્રિકેટમાં ભારતીય ટીમ સામે ત્રણ વખત ખૂબ જ ઓછા સ્કોર પર આઉટ થયું છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા ભારત સામે 83 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અગાઉ વર્ષ 2022માં તે માત્ર 99 રનમાં આઉટ થઈ ગઈ હતી. હવે પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકા ત્રીજી વખત ઓછા સ્કોર પર ઓલઆઉટ થયું છે.

ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન

પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને અવેશ ખાને મળીને 9 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સિવાય અવેશ ખાને બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. હવે આ સિરીઝની બીજી મેચ 19 ડિસેમ્બરે રમાશે.


  • Follow us on: