- સાઉથ આફ્રિકાએ બનાવ્યો વિશાળ સ્કોર
- ઈંગ્લેન્ડને જીત માટે મળ્યો 400 રનનો ટાર્ગેટ
- ઈંગ્લેન્ડે જીત માટે તોડવો પડશે વર્લ્ડ રેકોર્ડ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ વર્લ્ડકપની પ્રથમ મેચ આજે રમાઈ રહી છે. આ મેચ વર્લ્ડકપની 20મી મેચ છે. જે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ વિશાળ સ્કોર બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન વિરુદ્ધ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા છે. હવે ઈંગ્લેન્ડને જો આ મેચ જીતવી છે, તો તેને 400 રન બનાવીને વર્લ્ડકપ ઈતિહાસનો સથી મોટો રન ચેઝ કરવો પડશે.
હેનરિક ક્લાસેન શાનદાર સદી ફટકારી
સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નહતી અને તેના ફોર્મમાં રહેલો બેટ્સમેન ક્વિન્ટન ડી કોક માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, તે બાદરીઝા હેન્ડ્રિક્સ અને રાસી વેન ડેર ડુસેને બીજી વિકેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. સાઉથ આફ્રિકાની આ ઈનિંગમાં તમામ બેટ્સમેનોએ સારી બેટિંગ કરી અને સારૂં યોગદાન આપ્યું હતું. રીઝા હેન્ડ્રિક્સે 75 બોલમાં 85 રન, રાસી વેન ડેર ડુસેને 61 બોલમાં 60 રન, કેપ્ટન એડન માર્કરામે 44 બોલમાં 42 રન બનાવ્યા હતા. જે બાદ હેનરિક ક્લાસેન મેદાન પર આવીને શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે ટીમનો સ્કોર 350 રનને પાર કરી ગયો હતો.
ક્લાસેન અને માર્કો જાનસેને બદલી મેચ
ઈંગ્લેન્ડના બોલરોએ મધ્ય ઓવરોમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્લાસેન અને માર્કો જાનસેન વચ્ચેની પાર્ટનરશિપે મેચને સાઉથ આફ્રિકા તરફ કરી હતી. ક્લાસને 67 બોલમાં 109 રનની ઈનિંગ રમી હતી, જ્યારે માર્કો જેન્સને 42 બોલમાં 75 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમને ખૂબ જ મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. 7મા નંબરે બેટિંગ કરવા આવેલા માર્કો જાનસેને પોતાની ઇનિંગમાં 3 ફોર અને 6 સિક્સ ફટકારી હતી.
મેચ કોણ જીતશે તે જોલું દિલચસ્પ
ઈંગ્લેન્ડ તરફથી 6 બોલરોએ વિકેટ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર 2 બોલરોને જ સફળતા મળી હતી. રીસ ટોપલે 3 અને આદિલ રશીદ 2 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ 2 ઉપરાંત ઈંગ્લેન્ડનો કોઈ બોલર તેના કેપ્ટન જોસ બટલરની વિકેટ મેળવી શક્યો નહોતો. હવે જોવાનું એ રહે છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા આ સ્કોરનો પીછો કરવામાં સફળ રહે છે કે નહીં.