દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ભારતની યજમાની કરવાની છે, જ્યાં 8 નવેમ્બરથી બંને ટીમો વચ્ચે ચાર મેચની T20 સિરીઝ રમવાની છે. ભારતે આ સીરીઝ માટે પહેલા જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી, જ્યારે હવે દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે.


દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને પડકારવા માટે 16 ખેલાડીઓની પસંદગી કરી છે અને આ ટીમની કમાન એડન માર્કરામ સંભાળશે, જેના નેતૃત્વમાં ટીમે આ વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ પણ રમી હતી. માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝી ભારત સામેની સિરીઝમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા છે. બંને ખેલાડીઓ લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતા.

બે નવા ખેલાડીઓને મળી તક

દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની 4 મેચની T20 સિરીઝ માટે પોતાની ટીમમાં 2 નવા ખેલાડીઓને સામેલ કર્યો છે. જેમાં ઓલરાઉન્ડર મિહલાલી મપોંગવાના અને એન્ડિલ સિમલેનનું નામ સામેલ છે, બંનેએ તાજેતરમાં સમાપ્ત થયેલી T20 ચેલેન્જમાં UAEમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓ સિવાય માર્કો જોન્સન અને ગેરાલ્ડ કોએત્ઝીને પણ તક આપવામાં આવી છે. પરંતુ બોર્ડે કાગીસો રબાડાને ટીમમાં પસંદ કર્યો નથી. રબાડાએ બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની બંને મેચમાં 5 વિકેટ લીધી છે. તેને પ્રથમ મેચમાં 9 વિકેટ ઝડપી હતી, ત્યારબાદ તે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો હતો.

 

ભારત સામેની T20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ

એડન માર્કરમ, ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેંડ્રિક્સ, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, પૈટ્રિક ક્રૂગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, રયાન રિકેલટન, એન્ડિલ સિમલેન, લૂથો સિપામ્લા, ટ્રિસ્ટન સ્ટબ્સ

  • Follow us on: