• ભારત સામેની બીજી ટેસ્ટમાં ટેમ્બા બાવુમા નહીં રમે
  • બાવુમાને હેમસ્ટ્રિંગમાં ખેચાવને કારણે ટેસ્ટમાંથી બહાર
  • ટેમ્બા બાવુમાના જગ્યાએ જુબુર હમજાને મળ્યું સ્થાન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેન્ચુરિયનમાં રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાએ ઇનિંગ અને 32 રને જીત મેળવી હતી. ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. ઇજાના કારણે કેપ્ટન ટેમ્બા બાવુમા ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ડિન એલ્ગરે ટીમની કમાન સંભાળી છે.

ટેમ્બા બાવુમા ટીમમાંથી બહાર 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. આ મેચ ઇજાના કારણે કેપ્ટન ટેમ્બા બાવુમા ટીમમાંથી બહાર થઈ ગયો છે. બાવુમાને હેમસ્ટ્રિંગમાં ખેચાવ છે. આ કારણોસર, તે સેન્ચુરિયનમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ દરમિયાન મોટાભાગના સમયે મેદાનની બહાર રહ્યા હતા. તે વર્લ્ડ કપ 2023 દરમિયાન હેમસ્ટ્રિંગમાં ખેચાવને કારણે પણ પરેશાન હતા. બાવુમા ભારત સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચના પહેલા જ દિવસે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ખરાબ ફિટનેસના કારણે બાવુમાને ઘણી વખત ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.

જુબુર હમજાને ટીમમાં મળ્યું સ્થાન

સાઉથ આફ્રિકાએ બાવુમાના સ્થાને જુબુર હમજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 28 વર્ષના હમજાને આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો વધુ અનુભવ નથી. તે સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. આ દરમિયાન એક ફિફ્ટીની મદદથી 212 રન બનાવ્યા છે. તેમણે એક વનડે મેચ પણ રમી તે દરમિયાન તેણે ફિફ્ટી પણ ફટકારી હતી. હમજાનો ડોમેસ્ટિક મેચોમાં રેકોર્ડ સારો રહ્યો છે. તેમણે 89 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6274 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 17 સદી અને 30 ફિફટી ફટકારી છે. હમજાએ 68 લિસ્ટ એ ની મેચોમાં 2017 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 12 ફિફટી પણ ફટકારી છે.


  • Follow us on: