- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાશે
- પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ સિરીઝમાં 0-1થી પાછળ
- પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ટીમમાં ફેરફાર કરવાની આપી સલાહ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કેપટાઉનના મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં પ્રથમ મેચમાં મળેલી હારનો બદલો લેવા માંગશે, જે આટલું આસાન નથી. હવે રોહિત શર્માએ બીજી ટેસ્ટ મેચ જીતવા માટે નવી રણનીતિ બનાવવી પડશે. બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતને ટીમમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ટીમમાં બે મોટા ફેરફાર કરવા પડશે.
સુનીલ ગાવસ્કરના મતે આ બંને ખેલાડીઓ પરફેક્ટ
પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે સિરીઝમાં 0-1થી પાછળ રહી ગઈ છે, હવે ટીમ ઈન્ડિયાએ સિરીઝ ગુમાવવાથી બચવા માટે કોઈપણ ભોગે બીજી મેચ જીતવી પડશે. બીજી ટેસ્ટ મેચ જીતવા માટે સુનીલ ગાવસ્કરે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ રવીન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં લાવવો જોઈએ. જાડેજા સંપૂર્ણ રીતે ફિટ છે અને તેનું વર્તમાન ફોર્મ પણ ઘણું સારું છે. જાડેજાને ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી પિચો પર બોલિંગ અને બેટિંગ બંનેનો સારો અનુભવ છે. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને અન્ય ફાસ્ટ બોલર મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવે.
જાડેજા અને મુકેશને ટીમમાં સામેલ કરવા જોઈએ
ટેસ્ટ સિરીઝ પહેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી. આ બંને ખેલાડી રવિન્દ્ર જાડેજા અને મુકેશ કુમાર ODI સિરીઝમાં રમતા જોવા મળ્યા હતા. આ સિરીઝમાં બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ હવે આ બંને ખેલાડીઓને બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજાને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. આર અશ્વિન પહેલી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો.