- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાશે
- આ મેચ 3 જાન્યુઆરી (બુધવાર)ના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે
- સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો કારમો પરાજય
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ખરાબ રીતે હારી ગઈ છે. સેન્ચુરિયનમાં આ હાર બાદ સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું હવે માત્ર સપનું જ રહી ગયું છે. બીજી ટેસ્ટ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા અહીં સિરીઝ નહીં જીતવાનો સિલસિલો તોડી શકશે નહીં. જોકે, પ્રથમ ટેસ્ટમાં મળેલી શરમજનક હારનું દુ:ખ ભૂલી જવા માટે ભારતીય ટીમ બીજી ટેસ્ટ કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે.
કેપટાઉનમાં ભારતનો રેકોર્ડ ખરાબ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની આ બીજી અને છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે. બંને ટીમો અહીં ન્યુલેન્ડ્સમાં ટકરાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. આજ સુધી ભારતીય ટીમ એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી. ટીમ ઈન્ડિયાએ અહીં 6 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4માં હાર થઈ છે અને બે ટેસ્ટ મેચ ડ્રો રહી છે. તેનાથી વિપરીત, યજમાન ટીમ સાઉથ આફ્રિકા આ મેદાન પર 59 ટેસ્ટ મેચ રમી છે. અહીં તેણે 27માં જીત અને 21માં હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકામાં 11 ટેસ્ટ ડ્રો રહી છે.
મેચ ક્યારે અને ક્યાં જોવી?
આ મેચરમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. આ સાથે લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ થશે. ડિઝની+ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. ક્રિકેટ ચાહકોએ લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં. આ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર મફતમાં જોઈ શકાય છે. આ માટે સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.
સાઉથ આફ્રિકામાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં 8 ટેસ્ટ સિરીઝ રમી છે. જેમાંથી તેને 7માં હારનો સામનો કરવો પડ્યો છે અને એક ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમ ડ્રો કરવામાં સફળ રહી છે. આ વખતે 9મી સિરીઝ રમાઈ રહી છે. અહીં પણ ટીમ ઈન્ડિયા વધુમાં વધુ સિરીઝ ડ્રો કરી શકે છે.