- ફીફા વુમન્સ ફુટબોલ વર્લ્ડકપમાં સ્પેનની જીત
- સ્પેને ફાઈનલમાં ઈંગ્લેન્ડને 1-0થી હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમવામાં આવી હતી ફાઈનલ મેચ
ફીફા વુમન્સ વર્લ્ડકપ 2023ના ફાઈનલ મેચમાં સ્પેનની ટીમે ઈંગ્લેન્ડને 1-0થી હરાવીને પ્રથમ વખત ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્ટેડિયમમાં રમવામાં આવેલા આ ખિતાબી મેચમાં સ્પેન માટે એકમાત્ર ગોલ 23 વર્ષની ઓલ્ગા કારમોનાએ કર્યો હતો. જે પ્રથમ હાફની 29મી મિનિટે થયો હતો. આ ગોલ મેચ નિર્ણાયક સાબિત થયો છે અને અંતે સ્પેનની ટીમ ફાઈનલ મેચ જીતી છે. જેથી સ્પેનની ટીમ ખિતાબ જીતનારી 5મી ટીમ બની છે.
સેમીફાઈનલમાં સ્વીડનને હરાવ્યું હતું
સ્પેનની ટીમે સેમીફાઈનલમાં સ્વીડનની ટીમને 2-1થી હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સાથે ઈંગ્લેન્ડે મેજબાન ઓસ્ટ્રેલિયાની ટીમને સેમીફાઈનલમાં 3-1થી હરાવી હતી. ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં હરાવીને ઈંગ્લેન્ડ પણ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યું હતું.
અમેરિકા સૌથી વધુ ખિતાબ જીત્યું
અત્યાર સુધી વુમન્સ ફુટબોલ વર્લ્ડકપનો ખિતાબ અમેરિકા 4 વખત જીત્યું છે, જ્યારે જર્મની 2 વખત જીત્યું છે. સાથે જ નોર્વે અને જાપાને 1-1 વખત ખિતાબ જીત્યો છે.
વર્લ્ડપમાં આવો રહ્યો સ્પેનનો સફર
સ્પેન વુમન્સ ટીમનો વુમન્સ વર્લ્ડકપ 2023માં સફર જોવામાં આવે, તો તેમણે ગ્રુપ સ્ટેજમાં કોસ્ટા રિકાની ટીમને 3-0થી હરાવી હતી. જે બાદ ઝામ્બિયાને સ્પેને 5-0થી હરાવ્યું હતું. જો કે, જાપાનની ટીમે સ્પેનને 4-0થી હરાવ્યું હતું. સુપર-16માં સ્પેને સ્વિઝરલેન્ડની ટીમને 5-1થી હરાવવા સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે નેધરલેન્ડને 2-1થી હરાવ્યું હતું અને સેમીફાઈનલમાં સ્વીડનને હરાવ્યું હતું.