• કુલ 32 ટીમો લેશે ભાગ, 4-4ના કુલ 8 ગ્રૂપ કરાયા છે તૈયાર
  • નોરા ફતેહીના પરફોર્મન્સની પણ છે શક્યતા
  • અલબાયત સ્ટેડિયમમાં કતાર VS ઈક્વાડોર વચ્ચે રાતે 9.30એ રમાશે

ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની નજીક આવી છે. ફૂટબોલ ફેન્સ આ સેરેમનીની રાહ જોઈ રહ્યા છે. ઓપનિંગ સેરેમની 20 નવેમ્બરે દોહાના અલ બાયત સ્ટેડિયમમાં આયોજિત કરાશે. આ સેરેમનીમાં ભારતીય અભિનેત્રી નોરા ફતેહીના પરફોર્મન્સની પણ શક્યતા છે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સેરેમનીમાં ભાગ લેશે.

આજથી કતારમાં શરૂઆત

દુનિયાના સૌથી મોટા ફૂટબોલ ટૂર્નામેન્ટ ફીફા વર્લ્ડ કપ 2022ની શરૂઆત આજે કતારમાં થઈ રહી છે. એક મહિના સુધી ચાલનારા આ મેગા ઈવેન્ટમાં ચેમ્પિયન ફ્રાન્સ સહિત કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમે 4-4ના કુલ 8 ગ્રૂપ તૈયાર કરાયા છે. ફીફા વર્લ્ડ કપ 2022ની ઓપનિંગ સેરેમની થવા જઈ રહી છે અને તેની રાહ દરેક વ્યક્તિ જોઈ રહ્યું છે. ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહીનું પરફોર્મ કરવાની સંભાવના છે. તો જાણો ફીફા વર્લ્ડ કપ 2022ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં આયોજિત કરાશે અને સાથે તેમાં કોણ કોણ પરફોર્મ કરશે.

ઓપનિંગ સેરેમની ક્યારે અને કયા સમયે શરૂ થશે

ઓપનિંગ સેરેમની 20 નવેમ્બરે એટલે કે આજે કતારમાં શરૂ થશે અને સાથે ઈક્કાડોરની વચ્ચે થનારા ઉદ્ધાટન મેચ પહેલા આયોજિત કરાશે. આ ઓપનિંગ સેરેમની ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહ દોહાથી 40 કિમી ઉત્તરમાં 60,000 વ્યક્તિઓની ક્ષમતાવાળા અલ બાયત સ્ટેડિયમમાં આયોજિત કરાશે.

 

કેવી રીતે જોઈ શકાશે ઓપનિંગ સેરેમની

ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની ભારતમાં ટીવી પર પ્રસારણ Sports18 અને Sports18 HD પર કરાશે. આ સિવાય જિઓસિનેમા એપ અને તેની વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. ઓપનિંગ સેરમનીમાં કોણ કોણ પરફોર્મ કરશે તે અંગે અને સાથે 2022 વિશ્વકપ ઉદ્ઘાટન સમારોહ માટે કલાકારોની જાહેરાત કરાઈ નથી. દક્ષિણ કોરિયાના રોક બેન્ડ બીટીએસના 7 સભ્યોમાંથી એક જંગકૂક સમારોહમાં પોતાની પ્રસ્તુતિ આપશે જેની પુષ્ટિ થઈ છે. ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મ કરનારા અન્ય નામમાં કોલમ્બિયાઈ પોપ સ્ટાર શકીરા સામેલ છે. તેઓએ 2010 વિશ્વ કપનું ગીત વાકા વાકા ગાયું હતું. આ સિવાય મ્યુઝિકલ ગ્રૂપ બ્લેક આઈડ પીઝ, રોબી વિલિયમ્સ અને ભારતીય અભિનેત્રી નોરા ફતેહી પરફોર્મ કરે તેવી શક્યતા છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ લેશે ભાગ

આ ઈવેન્ટમાં જગદીપ ધનખડ કતારમાં રવિવારે થનારી ફીફા વિશ્વ કપ ફૂટબોલના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના અનુસાર કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીના નિમંત્રણના આધારે ધનખડ 20-21 નવેમ્બરે કતરની મુલાકાત લેશે. ફૂટબોલ વિશ્વ કપના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેવા સિવાય ઉપરાષ્ટ્રપતિ પોતાની યાત્રાના સમયે ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે.

જાણો સમગ્ર કાર્યક્રમ

ફૂટબોલ વર્લ્ડ કપ 2022ના 8 ગ્રૂપમાં 32 ટીમ સામેલ થશે

  • ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ
  • ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ
  • ગ્રુપ સી: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ
  • ગ્રુપ ડી: ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા
  • ગ્રુપ-E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન
  • ગ્રુપ-એફ: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા
  • ગ્રુપ જી: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન
  • ગ્રુપ-એચ: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, રિપબ્લિક ઓફ કોરિયા

  • Follow us on: