• પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર રેસમાં આગળ
  • પહેલા પણ આ પોઝિશન માટે કરી ચૂક્યા હતા એપ્લાય
  • આ વખતે તેમના ચીફ સિલેક્ટર બનવાના ચાન્સ વધુ

BCCIએ શુક્રવારની સાંજે સીનિયર સિલેક્શન કમિટીને બર્ખાસ્ત કરીને દરેકને હેરાન કરી દીધા છે. ટી 20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને મળેલી હાર બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. આ સમયે બોર્ડે એક્શન લીધું છે. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી પર અનેક પ્રશ્નો સર્જાયા છે. હવે સંપૂર્ણ કમિટીને હટાવી દેવામાં આવી છે ત્યારે સવાલ એ છે કે નવા ચીફ સિલેક્ટર કોણ હશે.

પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર રેસમાં આગળ

મળતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર નવા ચીફ સિલેક્ટરની રેસમાં આગળ છે. અજિત અગરકર પહેલા પણ આ પોઝિશનને માટે એપ્લાય કરી ચૂક્યા છે. પરંતુ છેલ્લી વાર તે રેસમાં પાછળ રહ્યા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે તેમાં તેમના ચાન્સ વધારે છે. આ સિવાય વધુ માહિતિના આધારે કહેવાઈ રહ્યું છે કે અજિત અગરકર સાથે આ માટે કોઈ વાત થઈ નથી. પરંતુ આ પદ માટે એપ્લાય કરવા ઈચ્છે તો તે તેમની ચોઈસ છે. ગઈ વખતે તેઓ ઘણા નજીક હતા પણ આવી શક્યા ન હતા. તે યુવા છે અને સાથે તેમની પાસે ત્રણેય ફોર્મેટનો અનુભવ છે જેમાં આઈપીએલ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે અજિત અગરકર હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલની ટીમની સાથે આસિસ્ટન્ટ કોચના રૂપમાં કામ કરી રહ્યા છે. જો તે ચીફ સિલેક્ટરની જોબ માટે એપ્લાય કરે છે તો તેમને આઈપીએલની જોબ છોડવી પડશે. જો બીસીસીઆઈના નિયમોને જોઈએ તો અજિત અગરકર આ જોબને માટે સંપૂર્ણ રીતે ફિટ બેસે છે.

ચીફ સિલેક્ટર બનવાની લાયકાત

  • કોઈ પણ ખેલાડી જેણે 7 કે તેનાથી વધુ ટેસ્ટ મેચ રમી હોય.
  • 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય.
  • 10 વનડે કે 20 લિસ્ટ-એ મેચ રમી હોય.
  • 5 વર્ષથી પહેલા ક્રિકેટથી રિટાયર થઈ ચૂક્યા હોય.
  • બીસીસીઆઈની કોઈ ટીમના સભ્ય ન હોય અને 5 વર્ષ સુધી સેવાઓ આપી શકે.

આવી રહી છે અગરકરની કરિયર

  • 26 ટેસ્ટ, 58 વિકેટ
  • 191 વનડે, 288 વિકેટ
  • 4 ટી-20, 3 વિકેટ
  • 32 આઈપીએલ મેચ, 29 વિકેટ 

  • Follow us on: