મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર કાનપુર ટેસ્ટનો શ્રેય હેડ કોચ ગૌતમ ગંભીરને મળવાથી લાલચોળ થયા છે. તેમણે કહ્યું છે કે કાનપુરમાં બાંગ્લાદેશ સામે ભારતની શાનદાર જીતનો શ્રેય ગંભીરને બદલે રોહિત શર્માને જવો જોઈએ. ગાવસ્કરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોહિતની કેપ્ટન્સી હેઠળ ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટની આક્રમક શૈલી અપનાવી છે અને તેનો શ્રેય તેને મળવો જોઈએ.
ગંભીર પર ભડક્યા ગાવસ્કર
આ મેચનો શ્રેય ગૌતમ ગંભીરને મળવાને કારણે સુનીલ ગાવસ્કરે તેની પર નિરાશા વ્યક્ત કરી છે. ગંભીરને તેની જીત માટે જે વખાણ મળી રહ્યા હતા તેના પર તેણે નિરાશા વ્યક્ત કરી અને તેને ટોચના સ્તરની સિકોફેન્સી ગણાવી. સુનીલ ગાવસ્કરના કહેવા મુજબ આમ કરનારા લોકો માત્ર તેમના તળિયા ચાટી રહ્યા છે તેમ જણાવ્યું.
ગૈમ્બલ'નો સંદર્ભ અર્થહીન
મહત્વનું છે કે કાનપુરમાં મેચના ત્રણ દિવસ વરસાદ અને ભીના આઉટફિલ્ડથી પ્રભાવિત રહી. પરંતુ રોહિતની સેનાએ મેચ જીતવા માટે પુરી તાકાત લગાવી દીધી. બોલરોએ બે દિવસમાં તો બાંગ્લાદેશને પરાસ્ત કરી દીધું અને બેટ્સમેનોએ એક જ દિવસમાં પાંચ મોટા રેકોર્ડ તોડ્યા. ગાવસ્કરે કહ્યું કે જ્યારે 'બેઝબોલ'નો શ્રેય ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમને જાય છે, ત્યારે 'ગૈમ્બલ'નો સંદર્ભ અર્થહીન છે કારણ કે ગંભીર પોતે ક્યારેય આ રીતે રમ્યો નથી. આ કારણોસર ગાવસ્કર ઇચ્છે છે કે આ અભિગમ રોહિતના નામ પર રાખવામાં આવે.
ગાવસ્કરે બેઝબોલ વિશે વાત કરી
ગાવસ્કરે સ્પોર્ટસ્ટારમાં પોતાની કોલમમાં લખ્યું છે કે જેમ કે ભારતમાં ગયા વર્ષે જોવા મળ્યું હતું કે, આ પદ્ધતિ ટેસ્ટ મેચોમાં કામ કરતી નથી અને તે માત્ર એક કે બે મેચમાં વિરોધી ટીમને ચોંકાવી શકે છે. બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમના આગમનથી ઈંગ્લેન્ડની બેટિંગ શૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયું છે કે રોહિત આ રીતે બેટિંગ કરી રહ્યો છે અને તેની ટીમને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે.
જીતનો શ્રેય ગંભીરને નહી પણ
તેણે કહ્યું કે સૌપ્રથમ તો હું ભારતીય ટીમની નિર્ભય શૈલી માટે કેપ્ટન રોહિત શર્માને જવાબદાર માનું છું. મારા મતે આ 'ગોહિટ' પદ્ધતિ છે. હું માનું છું કે જે લોકોનું માઇન્ડ છે તેઓ 'બેઝબોલ' જેવા બેકાર વિકલ્પ કરતા કોઇ રસપ્રદ નામની સાથે આગળ આવશે. પછી ભલે ભારતીય ટીમના નવા એપ્રોચને કારણે ક્રિકેટ ફેન્સ 2 જૂથમાં વહેંચાઇ હયા હોય પરંતુ ટીમ ઇન્ડિયા હવે ઘણી આક્રમક રીતે ક્રિકેટ રમી રહી છે. આખી ટીમનો ઇરાદો સ્પષ્ટ પણે દબદબો બનાવવાનો છે.
ટોપ લેવલની ચાપલૂસી
સુનીલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે ગંભીરને કોચિંગ કરવામાં હજી થોડા જ મહિના થયા છે. આ કારણે આ દ્રષ્ટિકોણ તેમની ઉપર થોપવો એ ટોપ લેવલની ચાપલૂસી છે. ગંભીરે પોતે કદાચ જ આ પ્રકારની બેટિંગ કરી હશે જેવી મૈકુલમ કરતો હતો. જો કોઇને ક્રેડિટ આપવા માગતા જ હોવ તો માત્ર રોહિતને જ આપવી જોઇએ બીજા કોઇને નહી.













