- ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક પર છે ટીમ ઈન્ડિયા
- ઘરેલું ટૂર્નેમેન્ટ બુબી બાબૂમાં સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે
- દરમિયાન સૂર્યકુમાર યાદવે પણ માફી માંગવી પડી
ટીમ ઈન્ડિયા હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક પર છે. બીજી તરફ ભારતમાં બુચી બાબુ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ રમી રહ્યા છે. બાંગ્લાદેશ સાથેની 2 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા આ ટૂર્નામેન્ટ કેટલાક ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનું માધ્યમ બની શકે છે. આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવ પણ રમી રહ્યો છે, જે શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. બુચી બાબુ ટૂર્નામેન્ટ દરમિયાન સૂર્યકુમાર યાદવે પણ માફી માંગવી પડી હતી. જેનું મોટું કારણ પણ સામે આવ્યું છે.
મેચની વચ્ચે સૂર્યાએ શા માટે માફી માંગવી પડી?
સૂર્યકુમાર યાદવ મુંબઈ અને TNCA 11 વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બોલિંગ કરતો જોવા મળ્યો હતો. બોલિંગ કરતી વખતે, સૂર્યાએ બીમર બોલ નાખ્યો હતો, જે બેટ્સમેન અને ફિલ્ડરને ઇજા પહોંચાડી શકે છે. બોલ ફેંક્યા બાદ સૂર્યાએ હાથ ઉંચો કરીને માફી માગવાનો ઈશારો કર્યો હતો.
જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સૂર્યાએ મેચ દરમિયાન ઘણી ઓવરો બોલિંગ કરી હતી. આ પહેલા સૂર્યકુમાર શ્રીલંકા પ્રવાસ પર ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં પણ બોલિંગ કરતો જોવા મળ્યો હતો, આ મેચમાં સૂર્યાએ 2 વિકેટ પણ લીધી હતી.
ટેસ્ટ ટીમમાં પરત ફરવા માંગે છે સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. તેને ટી20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. જેના કારણે સૂર્યાને હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે વધુ ટેસ્ટ ક્રિકેટ રમવાનો મોકો મળ્યો નથી, પરંતુ બુચી બાબુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આ ખેલાડીએ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે સૂર્યા આ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. જેથી તે રેડ બોલ ક્રિકેટમાં પોતાની જાતને વધુ સુધારી શકે.