• ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ભારતની 2 વિકેટે જીત
  • સૂર્યકુમાર કેપ્ટન ઇનિંગ રમીને ભારતને જીત અપાવી
  • સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવે ન માત્ર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી પરંતુ તેને જીત અપાવી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રનની વિસ્ફોટક કેપ્ટન ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ જોરદાર ઇનિંગ્સ અને શાનદાર કેપ્ટનશિપ બાદ સૂર્યકુમારે કહ્યું, 'છોકરાઓએ મેદાન પર જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી હું ખૂબ જ ખુશ છું. અમે દબાણમાં હતા, પરંતુ અમે જે રીતે વાપસી કરી તે શાનદાપ હતી. ભારત માટે કેપ્ટનસી મારા માટે ગર્વની ક્ષણ છે, જ્યારે પણ તમે ક્રિકેટ રમો છો, ત્યારે તમે ભારતનું પ્રતિનિધિત્વ કરવા વિશે વિચારો છો, તેમને સંપૂર્ણ બનવામાં થોડો સમય લાગશે પરંતુ મને આ તક મળી છે તેનો મને ખૂબ જ ગર્વ છે.

'બોલરોએ વાપસી કરી'

સૂર્યાએ કહ્યું, 'મને લાગ્યું કે અહીં થોડું ઝાકળ હશે, પણ એવું નહોતું. મને ખબર હતી કે મેદાન નાનું છે અને વધુ રન બનાવાશે. શરૂઆતમાં તેઓ જે રીતે રન બનાવી રહ્યા હતા તે જોઈને લાગતું હતું કે અમારે 230 રનના લક્ષ્યનો પીછો કરવો પડશે. પરંતુ બોલરોએ તેમને પાછળ ધકેલી દીધા હતા. જે રીતે ત્રણ ઝડપી બોલરો અમને 16 ઓવર પછી મેચમાં વાપસી કરી તે અવિશ્વસનીય સિદ્ધિ હતી. અમે આ રમતમાં માત્ર સકારાત્મક બનવા માંગતા હતા અને અમે તે જ કર્યું.

'કેપ્ટન્સીની જવાબદારી છોડીને પીચ પર આવ્યો'

શરૂઆતની બે વિકેટ ઝડપથી પડી ગયા પછીના મૂડ વિશે વાત કરતાં સૂર્યાએ કહ્યું, 'મેં આ સમયગાળા દરમિયાન કિશનને માત્ર એક જ વાત કહી હતી. મેં કહ્યું ટાર્ગેટ વિશે ન વિચારો, ફક્ત બેટિંગ ચાલુ રાખો. હું ડ્રેસિંગ રૂમમાં કેપ્ટનશિપની જવાબદારી છોડીને મેદાન પર આવ્યો હતો. મેં ફક્ત મારી બેટિંગનો આનંદ લેવાનો પ્રયાસ કર્યો હતો.

'રિંકુ સિંહની ધીરજથી મને દિલાસો મળ્યો'

સૂર્યાએ પોતાના આઉટ થયા બાદ પિચ પર હાજર નવા બેટ્સમેનોને આપવામાં આવેલા સંદેશ વિશે પણ જણાવ્યું હતું.આ રોમાંચક મેચમાં છોકરાઓએ જે રીતે ધૈર્ય જાળવી રાખ્યું તે જોવું ખૂબ સરસ હતું. રિંકુ સિંહ માટે આ સામાન્ય સ્થિતિ હતી. છેલ્લી ક્ષણોમાં તેમની ધીરજથી મને પણ દિલાસો મળ્યો.

ભારતે 209 રનના લક્ષ્યનો પીછો કર્યો

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોસ ઈંગ્લિસની સદીની મદદથી 3 વિકેટ ગુમાવીને 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે એક બોલ બાકી રહેતાં બે વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

  • Follow us on: