T20I સિરીઝમાં ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે. સિરીઝ 6 ઓક્ટોબરથી ગ્વાલિયરના નવા માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં શરૂ થશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સૂર્યાએ IPLમાં ઘણા રન બનાવ્યા છે, જેના પરિણામે તે વર્ષ 2021માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો.


તેના ડેબ્યુ પછી, સૂર્યાએ તેના બેટથી ઘણા રન બનાવ્યા અને થોડા જ સમયમાં તે T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો હતો. સૂર્યા હવે ભારતીય T20I ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે અને બાંગ્લાદેશના પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આ સીરિઝ પહેલા સૂર્યાએ મીડિયાને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કર્યો હતો.

સૂર્યકુમાર યાદવે આપ્યું ચોંકાવનારુ નિવેદન

સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની પ્રથમ T20I મેચ પહેલા સંકેત આપ્યો હતો કે તે ભવિષ્યમાં IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવા માંગે છે. ગયા વર્ષે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. જોકે, હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ સારૂ પ્રદર્શન કરી શક્યું ન હતું, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે આગામી સિઝન પહેલા મુંબઈની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર થઈ શકે છે. દરમિયાન, સૂર્યાના નિવેદનને કારણે મુંબઈની કેપ્ટનશિપને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.

શું સૂર્યા MIની કેપ્ટનશીપ સંભાળશે?

પ્રથમ T20I મેચ પહેલા સૂર્યકુમારે ભારતીય ટીમની કેપ્ટનશીપ સાથે IPLમાં ટીમનું નેતૃત્વ કરવાની તેમની મહત્વાકાંક્ષાનો હળવાશથી ઉલ્લેખ કર્યો હતો. IPLમાં કેપ્ટનશિપના સવાલ પર તેણે કહ્યું કે તમે ગુગલી ફેંકી. તેણે કહ્યું કે તે તેની નવી ભૂમિકાનો આનંદ માણી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે રોહિત શર્મા ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હતો ત્યારે જો તેને કંઈ લાગતું હતું તો તે કેપ્ટનને સૂચન કરતો હતો. તેણે કહ્યું કે ભારતની કેપ્ટનશીપ કરવી સારું લાગે છે. શ્રીલંકા સામે સુકાનીપદ સંભાળતા પહેલા તેણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. સૂર્યાએ એટલું જ કહ્યું- 'બાકીને જોઈ લઈએ.' 


  • Follow us on: