• ડેવિડ વોર્નરે 35 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી
  • ડેવિડ વોર્નરે રોહિત શર્માને પાછળ છોડી દીધો
  • ડેવિડ વોર્નરે રોહિત શર્માને એક ખાસ લિસ્ટમાં હરાવ્યો

ટી20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમે સુપર 8 રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 28 રને જીતી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરના બેટથી શાનદાર ઈનિંગ જોવા મળી હતી. આ દરમિયાન તેને એક ખાસ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પણ હરાવ્યો હતો.

ડેવિડ વોર્નરે રોહિત શર્માને પાછળ છોડી દીધો

બાંગ્લાદેશ સામે રમાયેલી આ મેચમાં ડેવિડ વોર્નરે 35 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 3 સિક્સ અને 5 ફોર જોવા મળી હતી. આ સાથે ટી20 વર્લ્ડ કપમાં તેની કુલ સિક્સરની સંખ્યા હવે 40 પર પહોંચી ગઈ છે અને તેણે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની લિસ્ટમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 39 સિક્સર ફટકારી છે.

ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન

63 સિક્સર - ક્રિસ ગેલ

40 સિક્સર - ડેવિડ વોર્નર

39 સિક્સર - રોહિત શર્મા

36 સિક્સર - જોસ બટલર

33 સિક્સર - યુવરાજ સિંહ

31 સિક્સર - શેન વોટસન

30 છગ્ગા - એબી ડી વિલિયર્સ

મહેલા જયવર્દને પણ પાછળ રહી ગયો હતો

ટી20 વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરનો આ આઠમો 50+ સ્કોર હતો. આ સાથે તેણે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન બનાવવાના મામલે મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. મહેલા જયવર્દનેએ T20 વર્લ્ડ કપમાં 50+ 7 વખત સ્કોર કર્યો હતો. જ્યારે, વિરાટ કોહલી 14 વખત 50+ સ્કોર સાથે આ લિસ્ટમાં સૌથી આગળ છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ સ્કોર

14 વખત - વિરાટ કોહલી

10 વખત - રોહિત શર્મા

9 વખત - ક્રિસ ગેલ

8 વખત - ડેવિડ વોર્નર

7 વખત - મહેલા જયવર્દને

6 વખત - તિલકરત્ને દિલશાન

  • Follow us on: