- ભારતે ગ્રુપ સ્ટેજમાં જીતની હેટ્રિક લગાવીને સુપર 8માં એન્ટ્રી મેળવી
- ભારતે સેમિફાઇનમાં પહોંચવા ભારતે 2 મેચ જીતવી પડશે
- સુપર 8ના શિડ્યૂલે ભારતીય ટીમનું ટેન્શન વધાર્યું
ટી-20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ટુર્નામેન્ટના આગલા તબક્કા એટલે કે સુપર-8માં પ્રવેશ કર્યો છે., કેનેડા સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમને સુપર-8માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે.
સેમિફાઇનમાં પહોંચવા ભારતે 2 મેચ જીતવી પડશે
સુપર-8માંથી સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને કોઈપણ ભોગે 2 મેચ જીતવી પડશે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતાં ભારતને T20 વર્લ્ડકપ 2024ના ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમ સામે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ટીમે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો પડશે. કેપ્ટન રોહિત શર્માએ પણ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સુપર-8માં ભારતની મેચો ક્યારે યોજાશે?
ભારતીય ટીમને સુપર-8ના ગ્રુપ-1માં સ્થાન મળ્યું છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પણ આ ગ્રુપમાં સામેલ છે. ભારતે 20 જૂને પ્રથમ મેચ રમવાની છે. જ્યારે આગામી 2 મેચ 22 અને 24 જૂને રમાશે. ભારત 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે મેચ રમશે. જ્યારે 22 જૂને એન્ટીગુઆમાં બાંગ્લાદેશ સામે મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે સેન્ટ લુસિયામાં રમશે.
ટીમ ઈન્ડિયા કઈ સમસ્યાનો સામનો કરી રહી છે?
ભારતીય ટીમને સુપર-8માં 3 મેચ રમવાની છે. આ તમામ મેચો 1-1 દિવસના અંતરે રમાશે. પ્રથમ મેચ 20 જૂને જ્યારે આગામી બે મેચ 22 અને 24 જૂને રમાશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વિશે વાત કરી છે. બીસીસીઆઈએ તેના એક્સ એકાઉન્ટમાંથી પણ આ વાત શેર કરી છે. કેપ્ટન રોહિત શર્મા વીડિયોમાં આ ચિંતા વિશે વાત કરતા કહે છે કે તેમની ટીમ સુપર-8 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમ સુપર-8માં પણ શાનદાર શરૂઆત કરશે. ટીમનો દરેક ખેલાડી ઉત્સાહથી ભરેલો છે અને પોતાનું 100 ટકા આપવા માંગે છે. દરેક વ્યક્તિ પોતાની આવડત પર ઉત્તમ કામ કરી રહી છે. પરંતુ ભારતીય ટીમે આગામી 3-4 દિવસમાં સળંગ મેચ રમવાની છે, જે મહત્વની મેચ હશે. આ મુશ્કેલ પરિસ્થિતિઓ બનાવી શકે છે.
કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે આ મેચો ભલે સતત રમાશે, પરંતુ અમે જાણીએ છીએ કે પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો. કોઈ બહાનું બનાવવાને બદલે અમે અમારું શ્રેષ્ઠ આપવાનું કામ કરી રહ્યા છીએ. અમે આ મેદાન પર ઘણી મેચ રમી છે. અમારા દરેક ખેલાડી સુપર-8માં પોતાની તાકાત બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.