- ટી20 વર્લ્ડ કપ અંતર્ગત વોર્મ-અપ મેચ થશે શરૂ
- 1જૂને બાંગ્લાદેશ-ઇન્ડિયા વચ્ચે રમાશે વોર્મ અપ મેચ
- તો શું રિંકુસિંહ રમશે વોર્મ અપ મેચ ?
ટી20 વર્લ્ડ કપ અંતર્ગત વોર્મ-અપ મેચો શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સામે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં વિરાટ કોહલીને સામેલ કરવામાં આવશે નહીં. હાલમાં તે ટીમ ઈન્ડિયાની ટીમ સાથે જોડાયેલો નથી. તે ટૂંક સમયમાં ભારતીય ટીમમાં સામેલ થાય તેવી આશા છે. હવે આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી વોર્મ-અપ મેચમાં નહીં રમે તો શું રિંકુ સિંહ જેવા ખેલાડીને તક મળી શકે?
શું છે નિયમ ?
ICCના નિયમો અનુસાર 15 સભ્યોની ટીમમાં સામેલ ખેલાડીઓ જ વોર્મ-અપ મેચ રમી શકે છે. જો કે ચોક્કસ સંજોગોમાં ટીમના કોચિંગ સ્ટાફને ઉતરવાની મંજૂરી મળી શકે છે. ઓસ્ટ્રેલિયા અને નામિબિયા વચ્ચેની વોર્મ-અપ મેચને લઈને સ્થિતિ સર્જાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના અભાવને કારણે ચીફ સિલેક્ટરથી લઈને બેટિંગ કોચ સુધી તમામને મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
11-4નું ફોર્મ્યૂલા શું છે
આંતરરાષ્ટ્રીય મેચની જેમ વોર્મ-અપ મેચમાં પણ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવાની હોય છે. જો પ્લેઇંગ ઇલેવનમાંથી કોઇપણ ખેલાડીને કોઇપણ સંજોગોમાં બહાર જવું પડે તો તેની જગ્યાએ બેન્ચ પર બેઠેલા ચાર ખેલાડીઓમાંથી એકને સામેલ કરવાની છૂટ છે. આ રીતે રિંકુ સિંહ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓને વોર્મ અપ મેચમાં તક નહીં મળે.
રિંકુ સિંહને ક્યારે મળી શકે તક?
રિંકુ સિંહ અથવા રિઝર્વમાં સમાવિષ્ટ કોઈપણ ખેલાડીને ત્યારે જ રમવાની તક મળી શકે છે જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા કોઈ સંજોગોને કારણે તેને બહાર જવું પડે. ઈજાના કિસ્સામાં ટ્રાવેલ રિઝર્વમાંથી કોઈ ખેલાડીને તક આપવામાં આવી શકે છે.
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચૌહાણ. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
રિઝર્વ- રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહેમદ અને અવેશ ખાન