• T20 વર્લ્ડકપમાં સુપર 8 તબક્કાની મેચ આજથી શરૂ થશે
  • ભારત પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે
  • અફઘાનિસ્તાન સામે વિરાટ-રોહિતનો રેકોર્ડ શાનદાર

ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024ની સુપર-8 મેચો આજથી શરૂ થશે. પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને યુએસએ વચ્ચે રમાશે. સુપર-8માં ભારતીય ટીમની સફર આવતીકાલથી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે. અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને સુપર-8માં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારતીય ટીમે પણ ગ્રુપ સ્ટેજમાં જોરદાર પ્રદર્શન કરીને સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.

પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સાને ટકરાશે ભારતીય ટીમ

સુપર-8માં ભારતીય ટીમ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. ટીમે પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ફ્લોપ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેનો અફઘાનિસ્તાન સામે કેવું પ્રદર્શન કરશે? ચાલો જાણીએ બંને ઓપનર બેટ્સમેનના રેકોર્ડ વિશે.

શાનદાર રહ્યું છે બંને બેટ્સમેનોનું પ્રદર્શન

રોહિત શર્મા અને વિરાટ કોહલી ભલે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં કોઈ ખાસ છાપ છોડી શક્યા ન હોય, પરંતુ આ બંને બેટ્સમેનોનો વેસ્ટ ઈન્ડિઝમાં સારો રેકોર્ડ છે. ભારતીય ટીમના આ બંને ઓપનર બેટ્સમેનોએ અફઘાનિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો જૂના રેકોર્ડ પર નજર કરીએ તો બંને ખેલાડીઓ અફઘાનિસ્તાન માટે પડકાર ઉભો કરતા જોવા મળી શકે છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ખેલાડીઓ અમેરિકાના મેદાન પર મેચ રમી રહ્યા હતા, જ્યાં બોલરોને સંપૂર્ણ મદદ મળી રહી હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની પીચ પર બેટ્સમેનોને મદદ મળે છે અને મોટો સ્કોર બનાવે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના આ બંને ઓપનર બેટ્સમેન પોતાના બેટથી રંગ બતાવતા જોવા મળી શકે છે.


આવુ રહ્યું રોહિત શર્માનું પ્રદર્શન

રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝમાં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમ્યો છે. જેની 6 ઇનિંગ્સમાં રોહિત શર્માએ 145.66ની સ્ટ્રાઇક રેટથી 185 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 79 રન રહ્યો છે. રોહિત શર્માએ આ 6 ઇનિંગ્સમાં 2 અડધી સદી પણ ફટકારી છે. જો આપણે અફઘાનિસ્તાન સામે રોહિત શર્માના પ્રદર્શનની વાત કરીએ તો તે આ ટીમ સામે અત્યાર સુધીમાં કુલ 5 T20 મેચ રમ્યો છે. જેમાં તેણે 163.33ના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા છે. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 121 રનની અણનમ ઇનિંગ રમી છે. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 5 મેચમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે.


અફઘાનિસ્તાન સામે વિરાટનું જોરદાર પ્રદર્શન

વિરાટ કોહલીએ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝમાં માત્ર 3 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 141.77ની સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા છે. તેણે આ 3 મેચમાં 1 અડધી સદી પણ ફટકારી છે. જો વિરાટ કોહલીના અફઘાનિસ્તાન સામેના રેકોર્ડની વાત કરીએ તો તે આ ટીમ સામે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 4 ઇનિંગ્સમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. આ સાથે વિરાટ કોહલીએ આ 4 ઇનિંગ્સમાં 171.79ના સ્ટ્રાઇક રેટથી 201 રન બનાવ્યા છે. વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અફઘાનિસ્તાન સામે અણનમ 122 રન છે.

  • Follow us on: