• ધનંજયા ડી સિલ્વાની દમદાર ફિફ્ટી
  • રાશિદ ખાન-મુજીબ ઉર રહેમાનની બે વિકેટ
  • શ્રીલંકા 4 પોઈન્ટ સાથે ગ્રુપ-1માં ત્રીજા ક્રમે પહોંચ્યું

સુપર-12 રાઉન્ડના 20માં મુકાબલામાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવી સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થવાની રેસમાં વાપસી કરી છે. 145 રનનો પીછો કરતા શ્રીલંકન ટીમે 18.3 ઓવરમાં ટાર્ગેટ હાસિલ કર્યો હતો. શ્રીલંકાના ધનંજયા ડી સિલ્વાએ દમદાર ફિફ્ટી ફટકારી હતી, જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને બે મુજીબ ઉર રહેમાને બે-બે વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાને જીતવા 145 રનનો ટાર્ગેટ 

T20 વર્લ્ડકપમાં આજના પહેલા મુકાબલમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 144 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય 

આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 20માં મુકાબલામાં અફઘાનિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં અફઘાનિસ્તાનના સુકાની મોહમ્મદ નબીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ 11:

અફઘાનિસ્તાન:

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઉસ્માન ગની, ઈબ્રાહીમ ઝદરાન, ગુલબદિન નાયબ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફરીદ અહમદ મલિક, ફઝલહક ફારૂકી

શ્રીલંકા:

પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, પ્રમોદ મદુશન, લાહિરુ કુમારા, કાસુન રાજીથા

  • Follow us on: