- પાકિસ્તાન T20 વર્લ્ડકપ સેમિફાઈનલની રેસમાં યથાવત
- નેધરલેન્ડ T20 વર્લ્ડકપમાંથી થયું બહાર
- મહોમ્મદ રીઝવાને સૌથી વધુ 49 રન ફટકાર્યા
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલ T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડની 17મી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આજની મેચમાં હાર સાથે નેધરલેન્ડ T20 વર્લ્ડકપ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ગયું છે, જ્યારે પાકિસ્તાન આ જીત સાથે હજી આ રેસમાં યથાવાત રહ્યું છે. પાકિસ્તાન તરફથી મહોમ્મદ રીઝવાને સૌથી વધુ 49 રન ફટકાર્યા હતા.

જીતવા 92 રનનો ટાર્ગેટ
T20 વર્લ્ડકપ 2022માં આજે પાકિસ્તાન સામે નેધરલેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 91 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા 92 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નેધરલેન્ડ તરફથી કોલિન એકરમેને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા જ્યારે પાકિસ્તાનના શાદાબ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય
આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 17માં મુકાબલામાં નેધરલેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં નેધરલેન્ડના સુકાની સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11
પાકિસ્તાન:
મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), શાન મસૂદ, ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ
નેધરલેન્ડ:
સ્ટેફન માયબર્ગ, મેક્સ ઓડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), રોએલોફ વાન ડેર મેર્વે, ટિમ પ્રિંગલ, ફ્રેડ ક્લાસેન, બ્રાન્ડોન ગ્લોવર, પોલ વાન મીકરેન