• T20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમની પ્રથમ હાર
  • 2011ના ODI વર્લ્ડકપનો સંયોગ ફરી એકવાર બન્યો
  • આફ્રિકા સામે હાર બાદ ભારત તમામ મેચ જીત ચેમ્પિયન બન્યું

T20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતીય ચાહકો ભલે પોતાની ટીમની હારથી નિરાશ થયા હોય, પરંતુ આ હારમાં એક એવી વસ્તુ છુપાયેલી છે જે 15 વર્ષનો દુષ્કાળ ખતમ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની આ હારથી 2011ના ODI વર્લ્ડકપની વાર્તાનું પુનરાવર્તન થયું છે.

T20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ હાર

T20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રવિવારે (30 ઓક્ટોબર) રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે બે બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. વર્તમાન T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે. અગાઉ તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે શાનદાર જીત મેળવી હતી.


2011ના ODI વર્લ્ડકપનું પુનરાવર્તન

આ હારથી ભારતીય ચાહકો ભલે નિરાશ થયા હોય, પરંતુ આ હારમાં કંઈક છુપાયેલું છે જે 15 વર્ષની રાહનો અંત લાવી શકે છે. મતલબ કે ભારતીય ટીમ 2007 પછી બીજી વખત T20 વર્લ્ડકપ પર કબ્જો કરી શકે છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકા સામેની આ હારએ 2011ના ODI વર્લ્ડકપનું પુનરાવર્તન કર્યું છે, જ્યાં ભારતીય ટીમ એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.

આફ્રિકાએ 2011ના વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું

2011ના વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત મેળવી હતી. ત્યાર બાદ ભારત એક પણ મેચ હાર્યું નથી. તે 50 ઓવરના વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આફ્રિકન ટીમે બે બોલ બાકી રહેતા કુલ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરવામાં સફળ રહી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ 2 બોલ બાકી રાખીને T20 વર્લ્ડકપમાં ભારત સામે જીતી મેળવી છે. એટલે કે 2011ના વર્લ્ડકપનો સંયોગ ફરી એકવાર બન્યો છે.

આયરલેન્ડે ઇંગ્લેન્ડને ફરી વર્લ્ડકપમાં હરાવ્યું

એટલું જ નહીં 2011ના વર્લ્ડકપમાં પણ ઈંગ્લેન્ડને આયરલેન્ડની ટીમે હરાવ્યું હતું. આ વખતે પણ T20 વર્લ્ડકપમાં આયર્લેન્ડે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. બેંગ્લોરમાં 2011ના વર્લ્ડકપની મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે 327 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આયર્લેન્ડે ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી. આયર્લેન્ડ માટે કેવિન ઓ'બ્રાયને 63 બોલમાં 113 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી.


ભારતની પ્રેક્ટિસ મેચોમાં પણ સમાનતા

2022 T20 વર્લ્ડકપ પહેલા, ભારતે સત્તાવાર રીતે બે પ્રેક્ટિસ મેચ શેડ્યૂલ કરી હતી. પ્રથમ યજમાન ઓસ્ટ્રેલિયા સામે અને બીજી ન્યુઝીલેન્ડની ટીમ સામે. 2011ના વર્લ્ડકપમાં પણ આવું જ થયું હતું જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. ખાસ વાત એ છે કેનેધરલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ 2011ના વર્લ્ડકપમાં પણ ભારતના ગ્રુપમાં જ હતી. આ બધા સંયોગોથી એવું લાગે છે કે ભારતીય ટીમ 2011ના વર્લ્ડકપની જેમ આ વખતે પણ ટાઇટલ જીતી શકે છે, ભલે ફોર્મેટ અલગ હોય.

  • Follow us on: