- સુપર-8માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
- આ મેચનો રાશિદ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- રાશિદ પોતાની જ ટીમના ખેલાડી પર થયો ગુસ્સે
વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8ની મહત્વની મેચ રમાઈ રહી છે. આ મેચ ત્રણ ટીમોનું ભાવિ નક્કી કરશે અને કઈ ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાશિદ બેટિંગ કરતી વખતે પોતાની જ ટીમના ખેલાડી પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
રાશિદે ગુસ્સામાં બેટ ફેંકી દીધું
હકીકતમાં જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે કેપ્ટન રાશિદ ખાન પણ ક્રિઝ પર હાજર હતો. આ દરમિયાન રાશિદે પોતાના પાર્ટનર કરીમ જનાત પાસેથી એક બોલ પર બે રનની માંગણી કરી હતી. રશીદ અડધી પિચ પર ગયો હતો પરંતુ કરીમે બીજા રન માટે જવાની ના પાડી દીધી હતી. જે બાદ રાશિદને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે ગુસ્સામાં કરીમની સામે બેટ ફેંકી દીધું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા
આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 115 રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી ઓપનિંગ બેટિંગ કરનાર ગુરબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા.
આ સિવાય કેપ્ટન રાશિદ ખાને 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાશિદે પોતાની ઇનિંગમાં 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરતી વખતે રાશિદે 3 વિકેટ ઝડપી હતી. તસ્કિન અને મુસ્તફિઝુરે પણ 1-1 વિકેટ લીધી હતી.