• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે
  • બ્રાવોની અફઘાનિસ્તાનના બોલિંગ સલાહકાર તરીકે નિમણૂક

T20 વર્લ્ડકપ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ICCની આ મેગા ઈવેન્ટનું ઉદ્ઘાટન આવતા મહિનાની શરૂઆતમાં થશે. ટુર્નામેન્ટમાં 20 ટીમો વચ્ચે ટાઇટલ ટક્કર થશે. અત્યાર સુધીમાં 19 ક્રિકેટ બોર્ડે તેમની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન ટીમની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ વખતે વર્લ્ડકપ સંયુક્ત રીતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા અફઘાનિસ્તાનની ટીમે એક મોટું પગલું ભર્યું છે.

બ્રાવોની બોલિંગ સલાહકાર તરીકે નિમણૂક

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન અને T20 વર્લ્ડકપ વિજેતા ડ્વેન બ્રાવોની T20 વર્લ્ડકપ 2024 માટે અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના બોલિંગ સલાહકાર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. બ્રાવો ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પોતાની કારકિર્દીમાં 295 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે 6423 રન બનાવ્યા અને 363 વિકેટ લીધી.

T20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાનની ટીમ

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (WK), ઈબ્રાહીમ ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, રશીદ ખાન (c), નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહમદ મલિક

રિઝર્વ ખેલાડી: સેદીક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી


  • Follow us on: