- પ્રથમ સેમિફાઈનલ મેચમાં પિચને લઈને ઉઠ્યા હતા સવાલ
- હવે ક્યુરેટરે ક્રોફ્ટને પિચને લઈને મોટું નિવેદન આપ્યું છે
- સેમિફાઈનલની પિચ ખૂબ જ એકતરફી હતી: ક્યુરેટર ક્રોફ્ટન
T20 વર્લ્ડકપ 2024 સંયુક્ત રીતે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા યોજવામાં આવ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન યુએસએની પિચ ચર્ચાનો વિષય બની રહી હતી. વાસ્તવમાં યુએસએમાં ડ્રોપ-ઇન પિચોનો ઉપયોગ થતો હતો. યુએસએમાં રમાયેલી તમામ મેચોમાં તે પિચો પર માત્ર બોલરોને જ ફાયદો થયો હતો, મોટાભાગની મેચોમાં ઓછા સ્કોર જોવા મળ્યા હતા. આ વર્લ્ડકપમાં સૌથી વધુ ચર્ચાનો વિષય સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચ હતી. હવે ક્યુરેટરે કોની પિચને લઈને મોટું નિવેદન આપ્યું છે.
પિચ સંતુલિત ન હતી
અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઇનલમાં પહોંચી છે. આ વખતે અફઘાનિસ્તાનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું પરંતુ ટીમ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી. સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ પિચ પર અનેક સવાલો ઉભા થયા હતા. આ મેચ ત્રિનિદાદમાં બ્રાયન લારા એકેડમીની પિચ પર રમાઈ હતી.
અહેવાલો અનુસાર, આ પિચને લઈને ક્યુરેટર ક્રોફ્ટન કહે છે કે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સેમિફાઈનલની પિચ ખૂબ જ એકતરફી હતી. આ પિચ પ્લાન મુજબ બની શકી નથી. આખી ટૂર્નામેન્ટમાં એવું લાગી રહ્યું હતું કે તમામ પિચો T20 મેચ માટે નહીં પણ ટેસ્ટ મેચ માટે બનાવવામાં આવી છે.
પિચ સંતુલિત ન રહેવાનું કારણ શું હતું?
પિચ સંતુલિત ન હોવાના કારણને વધુ સમજાવતા ક્યુરેટર ક્રોફ્ટને કહ્યું કે પિચ સંતુલિત ન હોવાના ઘણા કારણો છે. જેનું સૌથી મોટું કારણ અહીંની હવામાનની પેટર્ન હતી. એપ્રિલમાં અહીં ભારે ગરમી હતી. જેના કારણે પિચ સંતુલિત રહી શકી ન હતી. સેમિફાઇનલમાં હાર બાદ અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે પણ પિચ પર સવાલો ઉઠાવ્યા હતા. નિરાશા વ્યક્ત કરતાં જોનાથને કહ્યું હતું કે સ્પર્ધા નિષ્પક્ષ હોવી જોઈતી હતી.