• મુંબઈએ પંજાબ કિંગ્સ પર 9 રને જીત મેળવી હતી
  • પંજાબ માટે આશુતોષે 61 રનની લડાયક ઈનિંગ રમી
  • આશુતોષે 2 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી

IPL 2024માં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં મુંબઈએ પંજાબ કિંગ્સ પર 9 રને જીત મેળવી હતી. મુંબઈ ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગના આધારે પંજાબના એક યુવા ખેલાડીએ કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. હવે મુંબઈ સામે આ ખેલાડીએ રમેલી તોફાની ઈનિંગ્સની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ચાહકોનું માનવું છે કે હવે ટીમ ઈન્ડિયાને એક નવો ફિનિશર મળ્યો છે અને આ ખેલાડીને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં તક આપવી જોઈએ.

કોણ છે આ નવો ફિનિશર?

મુંબઈ ઈન્ડિયન્સે 33મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જે બાદ પંજાબને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, જો કે પંજાબ આ લક્ષ્ય સુધી પહોંચી શક્યું ન હતું પરંતુ ટીમના યુવા વિસ્ફોટક બેટ્સમેન આશુતોષ શર્માએ ફરી એકવાર મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. આશુતોષે આ મેચમાં માત્ર 28 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન આશુતોષે 2 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી. હવે આશુતોષની આ ઇનિંગને દરેક લોકો સમર્થન આપી રહ્યા છે. મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે પણ આશુતોષના વખાણ કર્યા હતા.

T20 વર્લ્ડકપ 2024માં મળી શકે તક

IPL 2024 બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2024માં રમતી જોવા મળશે. IPL દરમિયાન જ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. BCCIના પસંદગીકારો પણ તમામ ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. BCCI પસંદગીકારો T20 વર્લ્ડકપ માટે ટીમમાં IPL 2024માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી કરી શકે છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં આશુતોષે પોતાની તોફાની બેટિંગથી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે આશુતોષ શર્માને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

  • Follow us on: