• લખનૌ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં બંને ટીમો કુલ 3 વખત ટકરાઈ

IPL 2024ની 34મી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો, CSK ટીમ આ વર્ષે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત અને બેમાં હાર થઈ છે. ટીમના 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. જ્યારે એલએસજીએ અત્યાર સુધી રમાયેલી 6 મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે અને માત્ર ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના કુલ 6 પોઈન્ટ છે. ટીમ 5માં નંબર પર છે. બંને ટીમો આગામી મેચ જીતીને વધુ બે પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં અત્યાર સુધી લખનૌ અને ચેન્નાઈ 3 વખત ટકરાઈ ચૂક્યા છે. જેમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. લખનૌએ ચેન્નાઈ સામે તેનો સર્વોચ્ચ સ્કોર 211 રન બનાવ્યો છે, જ્યારે ચેન્નાઈએ લખનૌ સામે તેનો સર્વોચ્ચ સ્કોર 217 રન બનાવ્યો છે. તેનો અર્થ એ કે આજની મેચમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

પિચ રિપોર્ટ

લખનૌના મેદાનની પિચ બોલરો માટે અનુકુળ છે. પિચ સ્પિન ફ્રેન્ડલી હોવાથી આ પિચ પર સ્પિનરનો દબદબો જોવા મળે છે. ખાસ કરીને શરૂઆતની કેટલીક ઓવરો પછી સ્પિનરોને રમવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આના પરથી સમજી શકાય છે કે અહીં જે પણ ટીમના સ્પિનરો સારું પ્રદર્શન કરે છે, તેની જીતવાની તકો વધુ હોય છે. આ પિચ પર ટોસ જીતીને કેપ્ટન બેટિંગ કરવાનું પસંદ કરે છે. કારણ કે શરૂઆતમાં આ પિચ પર બેટિંગ કરવી સરળ હોય છે. જેમ મેચ આગળ વધે છે તેમ પિચ ધીમી થતી જાય છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક/કાઈલ મેયર્સ, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, શમર જોસેફ, યશ ઠાકુર, મયંક યાદવ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: અરશદ ખાન/ એમ સિદ્ધાર્થ

ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, મોઈન અલી/ડેરલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મુસ્તાફિઝુર રહેમાન.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: મથીશા પથિરાના

  • Follow us on: