- T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન
- ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું
- જીત બાદ ભારતીય ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ રોમાંચથી ભરેલી હતી. ભારતીય ટીમે છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગના કારણે સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પણ ફાઈનલ મેચને લઈને પોતાના અનુભવો શેર કર્યા છે. આ નિવેદનમાં ભારતીય ટીમના યુવા ખેલાડીએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સાઉથ આફ્રિકાની જીત માટે કરી પ્રાર્થના
BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી યુવા સ્ટાર્સથી ભરપૂર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ફાઈનલ મેચના તેમના અનુભવો વિશે વાત કરી છે. આ વીડિયોમાં ટીમના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે. ધ્રુવે આ વીડિયોમાં કહ્યું હતું કે તે વર્લ્ડકપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સપોર્ટ કરી રહ્યો હતો.
સાઉથ આફ્રિકાને કેમ સમર્થન આપ્યું?
ધ્રુવ જુરેલે વધુમાં કહ્યું કે જ્યારે તે ફાઈનલ મેચ જોઈ રહ્યો હતો ત્યારે તે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા મેચ હારી રહી હતી અને સાઉથ આફ્રિકા જીત તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારપછી જ્યારે મેં સાઉથ આફ્રિકાને સપોર્ટ કરવાનું શરૂ કર્યું તો ટીમ ઈન્ડિયાની જીત થવા લાગી હતી. હું અંત સુધી આવું કરતો રહ્યો અને જ્યારે ભારત જીત્યું ત્યારે મેં બાળકની જેમ ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું.
કોણ છે ધ્રુવ જુરેલ?
ધ્રુવ જુરેલ વિકેટકીપર બેટ્સમેન છે. ધ્રુવને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. તે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 5 ટી20 મેચની સિરીઝમાં ડેબ્યૂ કરી શકે છે. ધ્રુવે ભારત માટે 3 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 190 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 90 રન છે. તે જ સમયે, ધ્રુવે હજી સુધી આંતરરાષ્ટ્રીય ODI અને T20 મેચ રમી નથી. ધ્રુવે IPLમાં કુલ 27 મેચ રમી છે. જેમાં તેણે 151ની સ્ટ્રાઈક સાથે કુલ 347 રન બનાવ્યા છે. આમાં તેણે 2 ફિફ્ટી પણ ફટકારી છે.