• T20 વર્લ્ડકપ જીત્યા હાર્દિક પંડ્યાએ પોસ્ટ શેર કરી
  • પંડ્યાએ પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
  • હાર્દિક-નતાશાના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું

T20 વર્લ્ડકપ જીતીને હાર્દિક પંડ્યા પોતાના ઘરે પરત ફર્યો છે. ઘરે પરત ફર્યા બાદ તેણે તેના પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમના પુત્રનો આ ફોટો હવે વાયરલ થયો છે. આ ફોટો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ કેપ્શન લખ્યું કે, 'My 1! હું જે કંઈ પણ કરું છું તે તમારા માટે જ કરું છું.

હાર્દિક પંડ્યાએ તેના પુત્ર સાથે ઉજવણી કરી

વાસ્તવમાં, 5 જુલાઈ, 2024 ના રોજ, હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર T20 વર્લ્ડકપમાં જીતની ઉજવણી કરતા તેના પુત્ર સાથેની તસવીરો શેર કરી હતી. ફોટામાં જોઈ શકાય છે કે હાર્દિકનો પુત્ર તેના ગળામાં મેડલ પહેરી રહ્યો છે અને ક્રિકેટર તેના પુત્ર પર પ્રેમ વરસાવી રહ્યો છે. આ તસવીરોની સાથે ઓલરાઉન્ડરે કેપ્શનમાં લખ્યું છે કે, "મારો નંબર 1. હું જે પણ કરું છું, તમારા માટે કરું છું."

ચાહકોએ હાર્દિકને સવાલ પૂછ્યા

રસપ્રદ વાત એ છે કે આ તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક ક્યાંય દેખાતી નથી, જેના કારણે તેમના અલગ થવાની અફવાઓ વધુ તેજ બની છે. આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લોકો હાર્દિકની પત્ની વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, "નતાશા ક્યાં છે?" એકે કહ્યું, "હાર્દિક ભાઈ, મજબૂત રહો. આપણે બધા જાણીએ છીએ કે કંઈક થઈ રહ્યું છે." એકે પૂછ્યું, ભાભી ક્યાં છે? બીજાએ પૂછ્યું, "ભાભી ક્યાંય દેખાતા નથી."

હાર્દિક-નતાશાના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. આ દરમિયાન ખેલાડીઓના પરિવારજનો તેની સાથે જોવા મળ્યા હતા, પરંતુ આ પછી પણ હાર્દિકની પત્ની નતાશા ક્યાંય જોવા મળી ન હતી. જે બાદ તેમના સંબંધોમાં ખટાશના સંકેતો જોવા મળ્યા હતા. જેના કારણે ફરી એકવાર તેમના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે.

  • Follow us on: