• ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે
  • ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય
  • આ મેચમાં હાર્દિક પંડ્યાએ બોલિંગમાં કરી કમાલ

T20 વર્લ્ડકપમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. આયર્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. આયરિશ ટીમ 96 રનના સ્કોર પર પડી ભાંગી હતી. ટીમના માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને એક પછી એક વિકેટો લીધી. વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ફોર્મમાં પરત ફર્યો છે. તેણે પોતાની શાનદાર બોલિંગથી તબાહી મચાવી હતી. આ દરમિયાન હાર્દિકના એક બોલે લોકોના દિલ જીતી લીધા હતા. હાર્દિકે પોતાના ઇનસ્વિંગર વડે આઇરિશ બેટ્સમેનને જોતો જ રહી ગયો હતો.

હાર્દિકનો શાનદાર ઇનસ્વિંગર

ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા ટીમની 7મી અને તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. લોર્કન ટકર ઓવરના પાંચમા બોલ પર હાર્દિકની સામે સ્ટ્રાઈક પર હતો. તે 13 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. હાર્દિકે 7મી ઓવરનો પાંચમો બોલ ઇનસ્વિંગર ફેંક્યો હતો, જેના પર લોર્કન સંપૂર્ણ રીતે ચૂકી ગયો હતો અને બોલ મિડલ સ્ટમ્પ સાથે અથડાયો હતો. હાર્દિકના આ શાનદાર બોલે ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

હાર્દિકે ત્રણ વિકેટ ઝડપી હતી

હાર્દિક પંડ્યાએ વર્લ્ડકપમાં શાનદાર શરૂઆત કરીને તેના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. હાર્દિક તાજેતરમાં આઈપીએલમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં લોકો સતત સવાલ ઉઠાવી રહ્યા હતા કે તે વર્લ્ડકપમાં કેવું પ્રદર્શન કરશે. હવે હાર્દિકે પોતાના પ્રદર્શનથી બધાને જવાબ આપ્યો છે. હાર્દિકે વર્લ્ડકપની પ્રથમ મેચમાં કુલ 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 1 મેડન ઓવર સાથે 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. જોકે, રવિન્દ્ર જાડેજાએ માત્ર 1 ઓવર ફેંકી હતી અને તેને સફળતા મળી ન હતી.

લોર્કન ટકર કોણ છે?

લોર્કન ટર્કર આયર્લેન્ડ ટીમનો વિકેટકીપર અને બેટ્સમેન છે. જેણે અત્યાર સુધીમાં 72 T20 મેચ રમી છે. આમાં તેણે 124.17ની સ્ટ્રાઈક સાથે 1305 રન બનાવ્યા છે. આ બેટ્સમેને T20 ક્રિકેટમાં 9 ફિફ્ટી ફટકારી છે.

  • Follow us on: