• ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાઈ રહી છે
  • ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
  • મોહમ્મદ સિરાજે આશ્ચર્યજનક કેચ પકડ્યો

T20 વર્લ્ડકપ 2024માં ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં શરૂઆતથી જ ભારતીય બોલરો અમેરિકન ટીમના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. અર્શદીપ સિંહ ઇનિંગ્સના પહેલા જ બોલ પર યુએસએના ઓપનર શયાન જહાંગીરને આઉટ કરીને ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર અર્શદીપ સિંહે અમેરિકાના દિગ્ગજ બેટ્સમેન એન્ડ્રેસ ગૌસની વિકેટ લઈને યુએસએ ટીમની બેટિંગની કમર તોડી નાખી હતી.

ભારતીય બોલરો માત્ર પોતાના પ્રદર્શનથી મેચ પર પ્રભુત્વ જમાવી રહ્યાં નથી, આ સાથે ભારતીય ટીમ શાનદાર ફિલ્ડિંગ પણ કરી રહી છે. ભારતીય બોલર મોહમ્મદ સિરાજે ભલે મેચમાં વિકેટ ન લીધી હોય, પરંતુ તેણે સુપરમેન બનીને મેચમાં આશ્ચર્યજનક કેચ લઈને ચાહકોનું દિલ જીતી લીધું છે.

સિરાજે આશ્ચર્યજનક કેચ પકડ્યો

મોહમ્મદ સિરાજે યુએસએના ખેલાડી નીતિશ કુમારનો આ આશ્ચર્યજનક કેચ પકડ્યો છે. ભારતીય ટીમ માટે 15મી ઓવર નાખવા આવેલા બોલર અર્શદીપ સિંહના ચોથા બોલ પર નીતિશ કુમારે લેગ સાઇડમાં પુલ શોટ રમ્યો હતો. ડીપ સ્ક્વેર લેગ પર ઉભેલા મોહમ્મદ સિરાજે બાઉન્ડ્રીની બરાબર પહેલા પાછળની તરફ કૂદીને આ અદ્ભુત કેચ લીધો હતો. નીતિશ કુમાર 23 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો હતો. નીતીશે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. સિરાજનો આ શાનદાર કેચ થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. મોહમ્મદ સિરાજના આ શાનદાર કેચની ભારતીય ટીમના ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.

મોહમ્મદ સિરાજે બે કેચ પકડ્યા

નીતિશ કુમારનો શાનદાર કેચ લેતા પહેલા મોહમ્મદ સિરાજે અમેરિકન ટીમના કેપ્ટન એરોન જોન્સનો પણ કેચ પકડ્યો હતો. ભારતીય ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ 8મી ઓવર ફેંકી હતી. એરોન જોન્સે ઓવરના બીજા બોલ પર પુલ શોટ રમ્યો હતો, પરંતુ બોલ તેના બેટને બરાબર અથડાયો નહોતો. ડીપમાં ઉભેલા મોહમ્મદ સિરાજે આ આસાન કેચ લીધો અને અમેરિકન ટીમના કેપ્ટને 11 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

  • Follow us on: