• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • આ ટૂર્નામેન્ટ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
  • ભારતીય ટીમ 5 જૂનથી પોતાનું અભિયાન શરૂ કરશે

T20 વર્લ્ડકપ 2024 શરૂ થવામાં 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી રહી છે. વર્લ્ડકપમાં 20 ટીમો વચ્ચે ટાઇટલ માટે મુકાબલો થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે ટકરાશે. ચાલો જાણીએ કે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ખેલાડીઓએ કેવું પ્રદર્શન કર્યું છે.

USAમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

અમેરિકામાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિતે અમેરિકામાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેણે 49ની એવરેજ અને 153.12ની સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 ફિફ્ટી પણ ફટકારી છે. યુએસએમાં તેનો સર્વોચ્ચ સ્કોર 67 રન છે. આ યાદીમાં કેએલ રાહુલ બીજા સ્થાને, યશસ્વી જયસ્વાલ ત્રીજા સ્થાને, શુભમન ગિલ ચોથા સ્થાને અને સૂર્યકુમાર યાદવ પાંચમા સ્થાને છે.

  • રોહિત શર્મા: 196 રન
  • કેએલ રાહુલ: 110 રન
  • યશસ્વી જયસ્વાલઃ 89 રન
  • શુભમન ગિલ: 86 રન
  • સૂર્યકુમાર યાદવ: 85 રન

USAમાં T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય

  • અર્શદીપ સિંહઃ 7 વિકેટ
  • અક્ષર પટેલ: 6 વિકેટ
  • રવિ બિશ્નોઈ : 6 વિકેટ
  • કુલદીપ યાદવ: 5 વિકેટ
  • જસપ્રીત બુમરાહઃ 4 વિકેટ

વેસ્ટ ઈન્ડિઝમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

વેસ્ટ ઈન્ડિઝમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન સુરેશ રૈના છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને રોહિત શર્મા, ત્રીજા સ્થાને રિષભ પંત અને તિલક વર્મા ચોથા સ્થાને છે. સૂર્યાએ 6 મેચની 6 ઇનિંગ્સમાં 216 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 36.00 હતી અને સ્ટ્રાઈક રેટ 161.19 હતો.

  • સુરેશ રૈના: 221 રન
  • સૂર્યકુમાર યાદવ: 216 રન
  • રોહિત શર્મા: 185 રન
  • રિષભ પંતઃ 174 રન
  • તિલક વર્મા: 139 રન

વેસ્ટ ઈન્ડિઝમાં ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય

  • આશિષ નેહરા: 10 વિકેટ
  • અર્શદીપ સિંહઃ 7 વિકેટ
  • હાર્દિક પંડ્યા: 6 વિકેટ
  • કુલદીપ યાદવ: 5 વિકેટ
  • રવિચંદ્રન અશ્વિન: 4 વિકેટ

  • Follow us on: