• પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામે 4 મેચની T20 સીરીઝ
  • આ સિરીઝમાંથી ફાસ્ટ બોલર હસન અલીને કર્યો બહાર
  • હસન અલીને ઈજાગ્રસ્ત રાઉફના સ્થાને કર્યો હતો સામેલ

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમ આજથી ઈંગ્લેન્ડ સાથે 4 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. આ સીરિઝ બંને ટીમોને વર્લ્ડકપ માટેની તૈયારીઓની કસોટી કરવાનો મોકો આપશે. આ સિરીઝ પહેલા પાકિસ્તાનની ટીમે એક ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલરને ઈંગ્લેન્ડ સાથેની આ T20 સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.

હસન અલીને ટીમમાંથી કર્યો બહાર

પાકિસ્તાન ક્રિકેટ અનુસાર ફાસ્ટ બોલર હસન અલીને T20 સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હસન અલીએ કાઉન્ટી ક્રિકેટમાં પોતાની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા હસનને ઈજાગ્રસ્ત હારિસ રઉફના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં ઈંગ્લેન્ડ સાથે T20 સિરીઝ રમનારા ખેલાડીઓને જ સામેલ કરી શકે છે કારણ કે વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

ઈંગ્લેન્ડ પહેલા પાકિસ્તાને આયર્લેન્ડ સાથે 3 મેચની T20 સિરીઝ રમી હતી. બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને આ સિરીઝ 2-1થી જીતી હતી. હવે ફરી એકવાર બાબર સેના ઇંગ્લેન્ડને T20 સિરીઝમાં હરાવવા ઇચ્છશે. T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ટીમની કમાન ફરી એકવાર બાબર આઝમના હાથમાં છે.

ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હારિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, ઈરફાન ખાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન આગા, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, ઉસ્માન ખાન

  • Follow us on: