• IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીનું શાનદાર પ્રદર્શન
  • દિનેશ કાર્તિકની બેટિંગથી પ્રભાવિત રોહિત શર્મા
  • એમએસ ધોની ગોલ્ફ રમવા એમેરિકા આવશે: રોહિત

આ દિવસોમાં IPL 2024માં ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માથી લઈને ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સુધી દરેક જણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. IPL બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ રમવાનો છે. જેને લઈને ટીમ ઈન્ડિયાની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. જે પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એમએસ ધોની અને દિનેશ કાર્તિક વિશે મોટી વાત કહી છે.

શું ધોની વર્લ્ડકપ માટે અમેરિકા આવી રહ્યો છે?

એક ઈન્ટરવ્યૂમાં એડમ ગિલક્રિસ્ટ અને માઈકલ વોન સાથે વાત કરતી વખતે, રોહિત શર્માએ કહ્યું કે આ સિઝનમાં એમએસ ધોની અને દિનેશ કાર્તિક જે રીતે બેટિંગ કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. જેમ ધોનીએ છેલ્લામાં માત્ર 4 બોલ રમ્યા અને 20 રન બનાવ્યા, તેણે જોરદાર પ્રભાવ પાડ્યો. જોકે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવો મુશ્કેલ હશે, કારણ કે તે ઈજાગ્રસ્ત છે. જો કે તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ તે ગોલ્ફ રમવા આવશે. આ સિવાય મને લાગે છે કે દિનેશ કાર્તિકને વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવામાં સરળતા રહેશે.

દિનેશ કાર્તિકની બેટિંગથી પ્રભાવિત રોહિત

RCBનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2024માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે દિનેશે જે રીતે શાનદાર બેટિંગ કરી હતી, તેને લઈને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી છે. દિનેશ કાર્તિકના પ્રદર્શનથી પ્રભાવિત થઈને રોહિતે કહ્યું કે દિનેશ કાર્તિક T20 વર્લ્ડકપ માટે ઘણો સારો વિકલ્પ બની શકે છે. રોહિત શર્માના આ નિવેદન પરથી લાગે છે કે BCCIના પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર ચર્ચા કરી શકે છે. કારણ કે દિનેશનું તાજેતરનું ફોર્મ એકદમ શાનદાર છે અને તેની પાસે ઘણો અનુભવ પણ છે.


  • Follow us on: