- દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને ચાર રનથી હરાવ્યું
- અમ્પાયરે ખોટી રીતે મહમુદુલ્લાહને LBW તરીકે આઉટ જાહેર કર્યો: વસીમ જાફર
- બાંગ્લાદેશની આ હાર બાદ અમ્પાયરોના કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠ્યા
T-20 વર્લ્ડકપમાં સોમવારે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે માત્ર 1 રન બનાવી શકયા અને 4 રનથી મેચ હારી ગયા. મેચમાં બાંગ્લાદેશની આ હાર બાદ અમ્પાયરોના કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા છે. હાર બાદ અનુભવી ખેલાડી વસીમ જાફરે સવાલો ઉભા કર્યા છે.
જ્યારે દક્ષિણ આફ્રિકાએ સુપર-8માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ પહેલા બાંગ્લાદેશ જીતની ખૂબ નજીક હતું. દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 114 રનના નાના લક્ષ્યનો પીછો કરતી વખતે તેણે મધ્ય ઓવરોમાં સારી ભાગીદારી કરી હતી, પરંતુ અંતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન, અમ્પાયરે મહમુદુલ્લાહને એલબીડબ્લ્યુ આઉટ જાહેર કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશે ડીઆરએસ લીધું અને નિર્ણય પલટી ગયો. જો કે, અમ્પાયરે આઉટ આપવાને કારણે બોલને ડેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે બોલ પર બનાવેલા રન બાંગ્લાદેશના ખાતામાં ઉમેરી શક્યા ન હતા.













