- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ખરાબ શરૂઆત
- આજે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે રમાશે મેચ
- કેનેડાના બોલરો પાકિસ્તાન માટે બની શકે છે ખતરો
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાની ટીમને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં યજમાન યુએસએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને બીજી મેચમાં ભારતે તેને હરાવ્યું હતું. હવે પાકિસ્તાનનો આગામી મુકાબલો આજે કેનેડા સામે થવાનો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર ફરી એકવાર હારનો ખતરો છે. કેનેડાના 5 ખેલાડી એવા છે જે આજે પાકિસ્તાનની હારનું કારણ બની શકે છે.
આ 5 ખેલાડીઓ પાકિસ્તાન માટે ખતરો બનશે
આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની બેટિંગ અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. પાકિસ્તાનના બેટ્સમેનો વિપક્ષી બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે 119 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. હવે પાકિસ્તાન ટીમના બેટ્સમેનોની કેનેડાના ધાકડ બોલર સામે અગ્નિ પરિક્ષા હશે.
- સાદ બિન ઝફર- 6.50 ઇકોનોમી
- જુનૈદ સિદ્દીકી- 5.45 ઇકોનોમી
- નિખિલ દત્તા- 6.65 ઈકોનોમી
- દિલોન હેલિગર- 7.08 ઇકોનોમી
- કલીમ સેના- 6.02 ઇકોનોમી
બોલર ફ્રેન્ડલી પિચ
ભલે આ કેનેડિયન બોલરોનો આ ઈકોનોમી રેટ નાની ટીમો સામે છે, પરંતુ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર આ બોલરો પાકિસ્તાનના બેટ્સમેનોને પરસેવો પાડી શકે છે. આવી સ્થિતિમાં જો કેનેડા સામે પાકિસ્તાનના બેટ્સમેનો થોડો પણ સંયમ ગુમાવશે તો બાબરની ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડી શકે છે. હવે પાકિસ્તાનની હાર તેમને વર્લ્ડકપમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના બેટ્સમેનો
અત્યાર સુધી પાકિસ્તાને બેટિંગમાં એટલી તાકાત દેખાડી નથી. મોહમ્મદ રિઝવાન સિવાય કોઈ બેટ્સમેન ભારત સામે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. કેપ્ટન બાબર આઝમના ફોર્મે પણ ટીમની ચિંતા વધારી દીધી છે. આ સિવાય પાકિસ્તાનનો મિડલ ઓર્ડર તેમની સૌથી મોટી નબળાઈ છે. મિડલ ઓર્ડરમાં ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ અને શાદાબ ખાન જેવા બેટ્સમેનો રન બનાવી શકતા નથી. જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડી રહ્યો છે.