• T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં
  • ભારતે આયર્લેન્ડને અને પાકિસ્તાનને હરાવ્યું હતું
  • શિવમ દુબે વર્લ્ડકપમાં રમાયેલી બંને મેચમાં ફ્લોપ

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતે અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને અને બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને મેચની પ્લેઈંગ ઈલેવનમાં એક એવો ખેલાડી છે જેણે પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમ અને ચાહકોને નિરાશ કર્યા છે. જે બાદ આ ખેલાડીને આગામી મેચમાંથી બહાર કરી શકાય છે જ્યારે અન્ય મજબૂત ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.

શિવમની જગ્યાએ સંજુ પ્રવેશ કરી શકે છે

શિવમ દુબેએ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે દુબેને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારથી શિવમને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ માટે પસંદ કર્યો છે ત્યારથી તેનું ફોર્મ ખરાબ થઈ ગયું છે. દુબે વર્લ્ડકપમાં રમાયેલી બંને મેચમાં ફ્લોપ સાબિત થયો હતો.

અત્યાર સુધી બે મેચમાં દુબેના બેટથી માત્ર 3 રન જ બન્યા છે. દુબે આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં શૂન્ય પર અણનમ રહ્યો હતો. જ્યારે પાકિસ્તાન સામે તે માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ તેને વારંવાર તક આપવા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અંબાતી રાયડુનું નિવેદન

હવે શિવન દુબેની જગ્યાએ સંજુ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ ઉઠી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ કહ્યું કે હવે મને ખરેખર લાગે છે કે શિવમ દુબેની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવો જોઈએ. ભાગ્યે જ જોવા મળે છે કે અંબાતી રાયડુ સીએસકેના ખેલાડી વિશે આવું બોલે છે, પરંતુ આ વખતે પણ દુબેનું સતત ખરાબ ફોર્મ જોઈને રાયડુ પોતાને બોલતા રોકી શક્યો નથી.


  • Follow us on: