• T20 વર્લ્ડકપનો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે
  • સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે
  • સેમીફાઈનલ રદ્દ થશે તો કઈ ટીમોને થશે ફાયદો

T20 વર્લ્ડકપનો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બંને સેમિફાઇનલ મેચ 27 જૂને રમાશે. પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે જ્યારે બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે. આ બે સેમિફાઈનલ મેચને લઈને ચાહકોના મનમાં એક સવાલ છે કે જો વરસાદના કારણે સેમીફાઈનલ રદ્દ થશે તો કઈ ટીમોને ફાયદો થશે અને કઈ ટીમો ફાઈનલમાં જશે.

વરસાદ પડે તો કોને ફાયદો?

વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. હાલમાં ગ્રુપ-2માં સાઉથ આફ્રિકા પ્રથમ સ્થાને છે અને અફઘાનિસ્તાન બીજા સ્થાને છે. હવે મોટો સવાલ એ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો આ બંનેમાંથી કઈ ટીમ ફાઈનલમાં જગ્યા બનાવી શકશે.

ICCના નિયમો અનુસાર, જો સેમિફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે છે અને મેચ રદ્દ થાય છે, તો તેના ગ્રુપમાં ટોચની ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે. જ્યારે ગ્રુપમાં બીજા ક્રમે આવનાર ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે. આ જ સ્થિતિ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પર લાગુ પડે છે. જો વરસાદના કારણે સેમીફાઈનલ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે.

સેમિફાઇનલની ચાર ટીમો

  • ગ્રુપ-1: ભારત, અફઘાનિસ્તાન
  • ગ્રુપ-2: સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ

કઈ ટીમે કોને હરાવી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું?

ગઈકાલે રોમાંચક મુકાબલામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ બહાર થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવીને સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી જ્યારે ઈંગ્લેન્ડે યુએસએને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.

  • Follow us on: