• બાંગ્લાદેશની ટીમે સુપર-8ની છેલ્લી મેચમાં હારનો સામનો કર્યો
  • 12.1 ઓવરમાં 116 રનનો ટાર્ગેટ કર્યો હોત તો સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થવાની તક
  • આ મેચમાં ટીમને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો

કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 2024 ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ટીમના ખરાબ પ્રદર્શન માટે જાહેરમાં તેના દેશની માફી માંગી છે. જો બાંગ્લાદેશની ટીમે મંગળવારે સુપર-8ની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હોત તો તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ હોત. પરંતુ આ મેચમાં ટીમને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફેન્સની માફી માંગી

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટી20 વર્લ્ડ કપમાં પોતાની ટીમના ખરાબ પ્રદર્શન માટે ફેન્સની માફી માંગી અને નિરાશાજનક પ્રદર્શન માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા. ઓસ્ટ્રેલિયાની સામે ભારતની જીત બાદ, બાંગ્લાદેશ પાસે સેમિફાઈનલમાં પ્રવેશવાની તક હતી, પરંતુ તે સુપર 8ની તેની અંતિમ મેચમાં અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું.

નઝમુલ હુસૈન શાંતોએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે એક ટીમ તરીકે અમે અમારા બાંગ્લાદેશના પ્રશંસકોને નિરાશ કર્યા છે. તેથી હું ટીમ તરફથી માફી માંગુ છું. એક બેટિંગ યુનિટ તરીકે અમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓમાં સારું રમવાનો પ્રયત્ન કરીશું.

ફેન્સ અને દેશના લોકોને કર્યા નિરાશ

બાંગ્લાદેશની ટીમ સુપર-8માં સારું પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ શાંતોએ કહ્યું કે તેમના માટે પણ કેટલાક સકારાત્મક પાસાઓ હતા. તેને કહ્યું, "અમારા માટે સકારાત્મક પાસું એ હતું કે અમારા બોલરોએ ખૂબ જ સારી બોલિંગ કરી. રિશાદ હુસૈને આટલી મોટી ટૂર્નામેન્ટમાં લગભગ દરેક મેચમાં સારી બોલિંગ કરી. અમારા માટે ઘણી સકારાત્મક બાબતો રહી, પરંતુ બેટિંગ યુનિટ તરીકે અમે સારી બેટિંગ કરી ન હતી. આપણા દેશના ફેન્સ અને લોકોને નિરાશ કર્યા છે."

  • Follow us on: