• બાંગ્લાદેશે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી
  • નઝમુલ હુસૈન શાંતોના હાથમાં બાંગ્લાદેશ ટીમની કમાન
  • શાકિબ અલ હસનની એક વર્ષ બાદ ટીમમાં વાપસી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડકપ 2024ને લઈને તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નઝમુલ હુસૈન શાંતો વર્લ્ડકપમાં ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આ સિવાય ઝિમ્બાબ્વે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર તનઝીમ હસન સાકિબની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સિવાય શોરીફુલ ઈસ્લામ પણ પસંદગીકારોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે અને તેને વર્લ્ડકપ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સાથે 5 મેચની T20 સિરીઝ રમી હતી. આ સિરીઝમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યા છે.

શાકિબ અલ હસનની ટીમમાં વાપસી

બાંગ્લાદેશ ટીમના સૌથી અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પણ ટીમમાં વાપસી થઈ છે. તાજેતરમાં જ શાકિબે ઝિમ્બાબ્વે સામે લગભગ એક વર્ષ બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી હતી. આ સિરીઝની ચોથી મેચમાં શાકિબે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 4 વિકેટ ઝડપી હતી.

T20 વર્લ્ડકપ 2024 માટે બાંગ્લાદેશની ટીમ

નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, તનજીદ હસન તમીમ, શાકિબ અલ હસન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ રિયાદ, ઝેકર અલી અનિક, તનવીર ઈસ્લામ, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન. શોરીફુલ ઇસ્લામ, તનઝીમ હસન સાકિબ.

રિઝર્વ ખેલાડીઓઃ અફીફ હુસૈન, હસન મહમૂદ.

  • Follow us on: