• બે રિઝર્વ ખેલાડીઓ સ્વદેશ પરત ફરશે
  • શુભમન ગિલ અને અવેશ ખાન આવશે પરત
  • ICC કે BCCIએ આ અંગે માહિતિ આપી નથી

ટી-20 વર્લ્ડકપમાં સતત 3 જીત બાદ ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે. હવે તેની વધુ એક મેચ બાકી છે. આ મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે થશે. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાની ટીમના બે રિઝર્વ ખેલાડીઓ સ્વદેશ પરત ફરશે. મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શુભમન ગિલ અને અવેશ ખાન કેનેડા સામેની મેચ બાદ ભારત પરત ફરશે. જો કે હજુ સુધી ICC કે BCCI તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

બંને ખેલાડીઓના રમાવવાની શક્યતા ઓછી

વાસ્તવમાં, યુએસએમાં મેચો પછી શુભમન ગિલ અને અવેશ ખાનના રમવાની શક્યતા ઓછી છે. રિઝર્વ ખેલાડીઓનો બેકઅપ તરીકે સમાવેશ થાય છે. જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અથવા કોઈ અન્ય પરિસ્થિતિમાં પરત ફરવું પડે છે, ત્યારે બેકઅપ ખેલાડીઓમાંથી એકની પસંદગી કરી શકાય છે. શુભમન ગિલ અને અવેશ ખાન સિવાય ટીમ ઈન્ડિયા પાસે રિંકુ સિંહ અને ખલીલ અહેમદ જેવા વિકલ્પો પણ છે.

ટીમ ઈન્ડિયા પાસે ઘણા વિકલ્પો છે

ટીમ ઈન્ડિયા યુએસએ બાદ સુપર-8 માટે વેસ્ટ ઈન્ડિઝ જશે. જ્યાં તે ત્રણ મેચ રમશે. આ પછી સેમી ફાઈનલ અને પછી ફાઈનલ પણ રમી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ખેલાડીઓના રમવાની શક્યતા ઘણી ઓછી છે. આથી બંનેને પરત મોકલવાનો નિર્ણય લેવાયો છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં સ્પિનરો પર વધુ નિર્ભર રહેશે. બીજી તરફ બેટિંગ અને ઓલરાઉન્ડરના મામલે તેની પાસે ઘણા બધા વિકલ્પો છે.

 

રિંકુ સિંહ અને ખલીલ અહેમદ રહી શકે છે

ટીમ ઈન્ડિયા પાસે પહેલાથી જ ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે યશસ્વી જયસ્વાલ ટીમમાં છે. જેના કારણે શુભમન ગિલની જરૂરિયાત ઘટી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિંકુ સિંહ અને ખલીલ અહેમદ ટીમ સાથે રહી શકે છે અને 20 જૂનથી શરૂ થઈ રહેલા સુપર 8 સ્ટેજ માટે બ્રિજટાઉન, બાર્બાડોસ જઈ શકે છે.

  • Follow us on: