- આ મહિને થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે
- દિનેશ કાર્તિક, ઈશાન કિશન, કેએલ રાહુલ અને સંજૂ સેમસન સાથે કમ્પીટિશન
આઈસીસી ટી 20 વિશ્વકપમાં ભારતીય ટીમ માટે કયા ખેલાડીની રીતે વિકેટકીપિંગ કરશે તેને લઈને સસ્પેન્સ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાની પાસે તેના માટે 1-2 નહીં પણ અનેક ઓપ્શન છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આરસીબીના કેપ્ટન દિનેશ કાર્તિક શાનદાર ફોર્મમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના શાનદાર બેટ્સમેન ઈશાન કિશન પણ ખાસ પરફોર્મન્સ આપી રહ્યા છે. આ સાથે કેએલ રાહુલ અને સંજુ સેમસન પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમાં વિશ્વકપ કોણ રમશે, તેનો હજુ સુધી જવાબ મળી રહ્યો નથી.
આ મહિનાના અંત સુધી જાહેર થશે સ્કવોડ
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. ભારતીય ટીમમાં કયા ખેલાડીને વિકેટકીપરના રૂપમાં સામેલ કરી શકાય છે તેને લઈને પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પોતાના નિવેદનથી સૌને હેરાન કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાના અંત સુધી બીસીસીઆઈ ભારતીય ટીમની સ્ક્વોડ જાહેર કરી શકે છે. એવામાં ઓફિશિયલ પણ જલ્દી જ આ રહસ્ય ઉકેલાશે.
પંતને લઈને જાણો શું કહ્યું સૌરવ ગાંગુલીએ
2 વર્ષ પહેલા પંતનો દિલ્હીથી રુડકી જતા કાર એક્સીડન્ટ થયો હતો. આ ઘટના બાદ પંત આઈપીએલની છેલ્લી સીઝન રમી શક્યા ન હતા. જો કે આ વખતે તે ફરી એક્શન મોડમાં છે. આ વખતે પહેલી મેચમાં તેઓએ 13 બોલમાં 18 રન બનાવ્યા. એક બોલ પર ખોટો શોટ રમીને તેઓએ વિકેટ ગુમાવી. આ મેચ પછી પંતે જોરદાર ફિફ્ટી પણ લગાવી. વિકેટકીપર ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે. જો કે તેમની વાપસી થશે કે કેમ તેને લઈને સવાલ થઈ રહ્યા છે. ગાંગુલીએ બીસીસીઆઈને કહ્યું, પંત માટે થોડી વધુ મેચ રમવી મહત્વપૂર્ણ છે જેથી તેને સ્પર્ધાત્મક ક્રિકેટમાં અનુકૂલન કરવાની વધુ તક મળી શકે. ગાંગુલીએ એમ પણ કહ્યું કે ઋષભ પંત સંપૂર્ણપણે ફિટ છે અને શાનદાર ફોર્મમાં છે. તે ચોક્કસપણે સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેને થોડી વધુ મેચો રમવાની મંજૂરી આપવી જોઈએ.'
આ ખેલાડીઓ સાથે પંતની સ્પર્ધા
ઋષભ પંતની સાથે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ઈશાન કિશન, સંજુ સેમસન, જીતેશ શર્મા અને કેએલ રાહુલના નામ વિકેટકીપર તરીકે સામેલ છે. આ ખેલાડીઓમાં જે વિકેટકીપરનું પ્રદર્શન IPL 2024માં શાનદાર રહેશે તેને તક મળી શકે છે મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન. આવી સ્થિતિમાં તે જોવાનું રહેશે કે વિકેટકીપર તરીકે પસંદગીકારની પ્રથમ પસંદગી કયો ખેલાડી હશે.