- ખેલાડીએ સ્પષ્ટ કર્યું છે કે તે વર્લ્ડકપ નહીં રમે
- ટીમને આ ખેલાડીના ન હોવાનું મોટું નુકસાન થઈ શકે છે
- સુનીલ નારાયણે વર્લ્ડકપમાં ભાગ લેવાનો કર્યો ઈનકાર
આઈપીએલ 2024ની વચ્ચે કરોડો ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી વિશ્વકપને માટે ટીમની જાહેરાત પણ કરાઈ છે. 1 જૂનથી શરૂ થનારી વિશ્વકપને માટે જલ્દી સ્ક્વોડની જાહેરાત થવાની છે. આ પહેલા જ એક ખેલાડીએ વિશ્વકપ રમવાની મનાઈ કરી છે. ખેલાડીએ સ્પષ્ટ કર્યું છે કે તે વર્લ્ડકપ રમશે નહીં. તેઓએ પોતાનું નામ પરત લીધું છે. કરોડો ફેન્સ ખેલાડીના આ નિર્ણયથી ચિંતિત છે. સાથે ટીમને પણ આ ખેલાડીના ન હોવાનું મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો કોણ છે આ ખેલાડી.
દિગ્ગજ ખેલાડીએ ટીમને આપ્યો ઝટકો
ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તમામ ટીમ તૈયારીઓમાં લાગી છે. વર્લ્ડકપનું આયોજન વેસ્ટઈન્ડિઝ અને યૂએસએમાં થવાનું છે. એવામાં વેસ્ટઈન્ડિઝને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. તેને લઈને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પૉવેલે કોલકત્તા નાઈટ રાઈડર્સને માટે રમનારા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી સુનીલ નારાયણને રિકવેસ્ટ કરી હતી કે તમે વિશ્વકપ ટીમનો ભાગ રહો. સુનીલ નારાયણ પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે પણ વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની ઈચ્છા હતી કે તે રિટાયરમેન્ટ પરત લે અને વિશ્વકર રમે. પરંતુ સુનીલ નારાયણે તેની મનાઈ કરી છે. તેઓએ કન્ફર્મ કર્યું છે કે તે વિશ્વકપની ટીમનો ભાગ નહીં રહે. તેનાથી વેસ્ટ ઈન્ડિઝ ટીમની સાથે સાથે કરોડો ફેન્સને પણ ઝટકો લાગ્યો છે.
https://www.instagram.com/p/C6EwSYHinUg/
ટી20માં ખેલાડીનું પ્રદર્શન
અનુભવી ખેલાડીઓ બોલની સાથે સાથે બેટથી પણ ખાસ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 51 ટી20 મેચ રમી છે. તેણે 51 મેચની 49 ઇનિંગ્સમાં 52 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ લેવાનું છે. આ સિવાય તેણે 169 આઈપીએલ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ અજાયબીઓ કરી છે. તેણે IPLમાં 172 વિકેટ લીધી છે, જ્યારે 5 અડધી સદી અને એક સદીની મદદથી 1332 રન બનાવ્યા છે.