- મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી
- રાજસ્થાનની 8 મેચમાં આ સાતમી જીત છે
- મુંબઈની આ સિઝનમાં આ પાંચમી હાર છે
IPL 2024માં 38મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 9 વિકેટે જીતી લીધી છે. રાજસ્થાનની 8 મેચમાં આ સાતમી જીત છે, જ્યારે મુંબઈની આ સિઝનમાં આ પાંચમી હાર છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ રાજસ્થાનને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રાજસ્થાને એક વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. આ ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
1. સંદીપ શર્મા
રાજસ્થાન રોયલ્સ તરફથી આ મેચમાં ફાસ્ટ બોલર સંદીપ શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. સંદીપે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઘણી મેચો પછી, સંદીપ મુંબઈ સામે પાછો ફર્યો અને સંદીપે આવતાની સાથે જ પ્રભુત્વ જમાવ્યું. સંદીપ શર્મા આ સિઝનમાં એક ઓવરમાં 5 વિકેટ લેનાર ત્રીજા બોલર બની ગયા છે.
2. યશસ્વી જયસ્વાલ
છેલ્લી ઘણી મેચોથી ફ્લોપ રહેલ યશસ્વી જયસ્વાલે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. જયસ્વાલે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. છેલ્લી ઘણી મેચોમાં જયસ્વાલ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ મુંબઈ સામે જયસ્વાલ અલગ જ ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં જયસ્વાલે 104 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન જયસ્વાલે 9 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી.
3. સંજુ સેમસન
દરેક મેચની જેમ આ મેચમાં પણ સંજુ સેમસને ટીમ માટે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. જોશ બટલરની વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવેલા સંજુ સેમસને ઈનિંગની જવાબદારી સંભાળી અને અંત સુધી અડગ રહ્યો. સંજુએ આ મેચમાં 28 બોલમાં 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. સંજુએ પોતાની ઇનિંગ દરમિયાન 2 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.