રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં અત્યાર સુધી એકમેકની સામે 29 મેચ રમી ચૂક્યા છે, તેમાંથી રાજસ્થાન રોયલ્સે 13 અને મુંબઈ ઈન્ડિયન્સે 15 મેચ જીતી છે. જ્યારે 1 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. રાજસ્થાનનો મુંબઈ સામેનો સૌથી વધુ સ્કોર 212 રન રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની રાજસ્થાન રોયલ્સની સામેનો સૌથી વધુ સ્કોર 214 રન છે. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સની સામે 5 મેચમાં 2 જીતી છે. આખરે આ બંને ટીમો સીઝનમાં 1 એપ્રિલે સામસામે આવી હતી. ત્યારે મુંબઈની ટીમે 20 ઓવરમાં 125/9 નો સ્કોર કર્યો તો રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં જ સ્કોર પ્રાપ્ત કરી લીધો હતો.
સવાઈ માનસિંહ સ્ટેડિયમ પીચ રિપોર્ટ
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જયપુરના સવાી માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે. અહીંની પિચ સ્પોર્ટિવ પ્રકૃતિની એટલે કે બેટિંગ અને બોલિંગ બંને માટે સારી છે. ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ બંનેને આ પિચથી મદદ મળી રહી છે. પેસર્સને શરૂઆતની ઓવરમાં પરિસ્થિતિ સારી મળી રહી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની બાઉન્ડ્રી લાંબી છે. તેનો ઉપયોગ સ્પિનર્સ પણ પોતાનું કૌશલ દેખાડવમાં કરી શકે છે. જેમ જેમ રમત વધે છે તેમ તેમ પિ બેટિંગ માટે અનુકૂળ બને છે. બેટ્સમેનને સારો સ્કોર બનાવવા માટે પાવરપ્લેનો સર્વોત્તમ સ્કોર બનાવવા માટે એક જગ્યાએ ટકીને રમવાની જરૂર રહે છે. આ સીઝનમાં આ સ્ટેડિયમમાં રમાયેલી 4 ટીમોએ 180થી વધુ સ્કોર બનાવ્યો છે. રાજસ્થાન રોયલ્સે 2 મેચમાં 185 અને 193 રન બનાવ્યા છે તો સાથે ગુજરાત ટાઈટન્સની સામે 196 રનને પૂરા કરી શક્યા ન હતા. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુન સામે અહીં 183 રન બનાવ્યા હતા. આ સ્ટેડિયમમાં ટોસ સમયે કેપ્ટન શરૂઆતમાં બોલિંગનો વિકલ્પ પસંદ કરીને મેચનો ફાયદો લઈ શકે છે.
કેવું રહેશે આજે જયપુરનું હવામાન
હવામાનની આગાહી અનુસાર આજે અહીં તાપમાન દિવસે 36 ડિગ્રી રહેશે અને રાતે તે 25 ડિગ્રી સુધી પહોંચશે. દિવસે આકાશ સાફ રહેશે પણ રાતે સામાન્ય વાદળ જોવા મળશે. દિવસે અહીં 4 ટકા અને રાતે 2 ટકા વરસાદની શક્યતા છે. જો કે તેની અસર મેચ પર થાય તેવી શક્યતા નહીંવત છે. દિવસમાં અહીં ભેજ 27 ટકા અને રાતે 30 ટકા સુધી રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ -11
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ -11
સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન, રોવમેન પૉવેલ, શુભમ દુબે, ટોમ કોહલર-કેડમોર, આબિદ મુશ્તાક, નાંદ્રે બર્જર, તનુષ કોટિયન અને કેશવ મહારાજ.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ-11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન, અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, ક્વેના મફાકા, મોહમ્મદ નબી, શમ્સ મુલાની, નમન ધીર, શિવાલિક શર્મા, રોમારિયો શેફર્ડ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, હાર્વિક દેસાઈ, નેહલ વાધેરા, લ્યુક વૂડ.