• 22 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • ઈશાન અને અર્જુન તેંડુલકરે સુપરહીરોના કોસ્ચ્યુમ પહેર્યા
  • ટીમ મીટિંગમાં મોડા પહોંચ્યા હોવાથી ફટકારવામાં આવી સજા

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024ની તેમની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે 22 એપ્રિલે જયપુરમાં રમવાની છે. આ મેચમાં, MI જીત નોંધાવવા અને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની જ ટીમના બે ખેલાડીઓને સજા ફટકારી છે. મુંબઈ ટીમ મેનેજમેન્ટે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને સજા ફટકારી છે.

મુંબઈ ઈન્ડિયન્સે શું સજા આપી?

રાજસ્થાન સામેની મેચ રમવા માટે મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે મોડી સાંજે જયપુર પહોંચી હતી. આ દરમિયાન ઈશાન કિશન અને અર્જુન તેંડુલકર સુપરહીરોના ડ્રેસમાં જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓએ આ કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી, પરંતુ બંને ખેલાડીઓએ સ્વેચ્છાએ સુપરહીરોના કોસ્ચ્યુમ પહેર્યા ન હતા, પણ તેમને સજા ફટકારવામાં આવી હતી. ઈશાન અને અર્જુન મીટિંગમાં મોડા પહોંચ્યા હતા, તેથી બંનેને સુપરહીરો કોસ્ચ્યુમ પહેરીને જયપુર જવાની સજા આપવામાં આવી હતી. આ કારણોસર બંનેએ આ ડ્રેસ પહેર્યા હતા. આ પહેલા ઈશાન કિશનને એક વખત આ સજા આપવામાં આવી હતી, જેના કારણે તે એકલો સુપરહીરો ડ્રેસ પહેરીને જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે ઈશાનની સાથે અર્જુન પણ મીટિંગમાં મોડો પહોંચ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ

પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ કંઈ ખાસ નથી. આ સિઝનમાં, MIએ અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમી છે, જેમાંથી તેણે 3 મેચ જીતી છે. 3 જીત સાથે, MI ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આ સિવાય રાજસ્થાને પણ 7 મેચ રમી છે જેમાંથી તેણે 6 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન અત્યારે ટોપ પર છે. જો રાજસ્થાન આગામી મેચ જીતી જશે તો તે પોઈન્ટ ટેબલમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ થવાથી માત્ર એક ડગલું દૂર રહેશે, બીજી તરફ મુંબઈ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરશે.

  • Follow us on: