• ટી 20 વર્લ્ડકપ 2 જૂનથી થશે શરૂ
  • પહેલી મેચ ભારતીય ટીમ અને આયર્લેન્ડની વચ્ચે ન્યૂયોર્કમાં 5 જૂને રમશે
  • સિલેક્ટર્સ 27-28 એપ્રિલે બેઠક કરી શકે છે

ટી 20 વિશ્વકપ 2024ની શરૂઆત 2 જૂનથી થવા જઈ રહી છે. પહેલી મેચમાં 5 જૂને ભારતીય ટીમ આયર્લેન્ડની સાથે ન્યૂયોર્કમાં રમશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતીય ટીમની જાહેરાત થઈ નથી. સિલેક્ટર્સ ટૂંક સમયમાં વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આ માટે પસંદગીકારો 27-28 એપ્રિલે બેઠક પણ યોજી શકે છે. જો કે ટીમની પસંદગી પહેલા જ વિકેટકીપરોએ તેમનું ટેન્શન વધારી દીધું છે. વર્લ્ડકપ માટે 6 વિકેટકીપર દાવેદારી કરી રહ્યા છે. જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, ઈશાન કિશન અને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. તો જાણો આ તમામ ખેલાડીઓ કેવું પરફોર્મન્સ કરી રહ્યા છે તેને વિશે.

 

પંતને સ્થાન મળવું લગભગ નિશ્ચિત છે

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત IPL 2024માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં તેણે 35ની એવરેજ અને 156.71ની સ્ટ્રાઈક રેટથી 210 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. પંતને વર્લ્ડકપ 2024 માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટને અત્યાર સુધી 7 મેચમાં 286 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 40.85 હતી અને સ્ટ્રાઈક રેટ 143.00 હતો. રાહુલે અત્યાર સુધી લીગમાં 2 ફિફ્ટી ફટકારી છે.

સંજુ જોરદાર લયમાં જોવા મળી રહ્યો છે

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને 7 મેચમાં 55.20ની એવરેજ અને 155.05ની સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. 17મી સિઝનમાં તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 82 રન છે. આરસીબીનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ આ સિઝનમાં બેટથી તબાહી મચાવી રહ્યો છે. તેણે તાજેતરમાં વર્લ્ડ કપ રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. તેણે 7 મેચની 6 ઇનિંગ્સમાં 75.33ની એવરેજ અને 205.45ની સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 ફિફ્ટી પણ ફટકારી છે.

ઈશાનને પણ તક મળી શકે છે

મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હવે શાનદાર ફોર્મમાં છે. તે MIને સારી શરૂઆત આપી રહ્યો છે. ઈશાને અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 192 રન બનાવ્યા છે. જીતેશ શર્મા પણ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે 7 મેચમાં 115 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે.

  • Follow us on: