- રિંકુ પણ સામાન્ય ઈજાગ્રસ્ત
- બંને ખેલાડીઓના રમવા અંગે સંશય
- સુનીલ નરેન કરી શકે છે શાનદાર પ્રદર્શન
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે આઈપીએલ 2024ની આજે 36મી મેચ રમાશે. આ મેચ ઈડન ગાર્ડનમાં રમાશે. કેકેઆરએ ગઈ વખતે આરસીબીને હરાવી દીધું હતું. હવે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપની ટીમમાં ફેરફાર આવી શકે છે. આ મેચને માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આરસીબીની આ સીઝનમાં નિરાશાજનક પરફોર્મન્સ રહ્યું છે. અત્યાર સુધી આ ટીમ 1 જ મેચ જીતી છે.
કેકેઆરના નીતિશ રાણા અને રિંકુ સિંહને લઈને સંશય
કેકેઆરને માટે નીતિશ રાણા અને રિંકુ સિંહના રમવાને લઈને સંશય છે. નીતિશ ઈજાના કારણે બહાર છે. રિંકુ પણ સામાન્ય રીતે ઈજાગ્રસ્ત છે. આ બંનેની ફિટનેસને લઈને કોઈ લેટેસ્ટ અપડેટ સામે આવ્યું નથી, કેકેઆર માટે આ મેચમાં સુનીલ નરેન ખાસ કમાલ કરી શકે છે. તેમનું અત્યાર સુધીનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. નરેન ટીમને માટે ઓપનિંગ કરી રહ્યા છે અને સારી રીતે જવાબદારી નિભાવે છે.
આરસીબીનું પરફોર્મન્સ રહ્યું છે ખરાબ
આ ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે અને ફક્ત 1 મેચ જીતી છે. આરસીબી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. કોલકત્તાએ છેલ્લી મેચમાં હારનો સામનો કર્યો હતો. આરસીબીએ 7 વિકેટથી હાર મેળવી હતી. જો કે આ વખતે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપની ટીમ જીતના ઈરાદાથી મેદાનમાં ઉતરશે પણ આ માટે ઈડન ગાર્ડન સરળ રસ્તો રહેશે નહીં.
જાણો બંને ટીમના સંભવિત પ્લેઈંગ-11
કોલકત્તા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11
ફિલ સાલ્ટ, સુનીલ નરેન, અંગકૃષ રઘુવંશી, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર/નીતિશ રાણા, રિંકુ સિંહ, આંદ્ર રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ-11
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, મહિપાલ લોમરોર, અલ્જારી જોસેફ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ.