• T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમને લાગ્યો મોટો ઝટકો
  • પાકિસ્તાનને હરાવીને અમેરિકાએ મોટો અપસેટ સર્જયો
  • યુએસએ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ સુપર ઓવરમાં હારી

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમને મોટો આંચકો લાગ્યો છે. યુએસએ સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ સુપર ઓવરમાં હારી ગઈ હતી. પાકિસ્તાન ટીમની આ હાર બાદ એક સંયોગ બની રહ્યો છે જેના કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતી શકે છે. હા, લગભગ 17 વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાનની ટીમ ટાઈના કારણે મેચ હારી ગઈ હતી ત્યારે ભારતે વર્લ્ડકપની ટ્રોફી ઉપાડી હતી.

ટાઈ મેચમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી

T20 વર્લ્ડકપ 2007ની. ડરબનમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની 10મી મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ 14 સપ્ટેમ્બર 2007ના રોજ રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન જ બનાવી શકી હતી. આ પછી મેચ ટાઈ થઈ અને પરિણામ બોલ આઉટ દ્વારા જાહેર કરવામાં આવ્યું.

પાકિસ્તાનના બોલરો નિષ્ફળ રહ્યા હતા

બોલ આઉટમાં ત્રણ રાઉન્ડ હતા. જેમાં વીરેન્દ્ર સેહવાગે બોલને સ્ટમ્પ સાથે હિટને કરીને ગિલ્લીઓ ઉડાવી દીધી હતી, પરંતુ પાકિસ્તાની બોલર સ્ટમ્પને સ્પર્શ પણ કરી શક્યો નહોતો. બીજા રાઉન્ડમાં હરભજન સિંહે બોલને સ્ટમ્પ સાથે હિટ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનનો બોલર ઉમર ગુલ નિષ્ફળ ગયો હતો. આ પછી રોબિન ઉથપ્પાએ પણ બોલ આઉટ કર્યો હતો, પરંતુ શાહિદ આફ્રિદી તેમાં નિષ્ફળ ગયો. આ રીતે ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં 3-0થી મેચ જીતી લીધી હતી.

અદ્ભુત સંયોગ બની રહ્યો છે

આ મેચમાં હાર બાદ પાકિસ્તાનની ટીમે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેનો સામનો ટીમ ઈન્ડિયા સામે થયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલ મેચ 5 રને જીતી લીધી. હવે પાકિસ્તાનની હાર બાદ ટીમ ઈન્ડિયાની જીતને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ભારતીય ટીમ તેના ગ્રુપમાં બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે શાનદાર જીત નોંધાવી હતી. હવે ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન અને 12 જૂને અમેરિકા સામે મેચ રમવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય ટીમ આ મેચોમાં કેવું પ્રદર્શન કરે છે અને સુપર-8માં પ્રવેશ કરે છે.

  • Follow us on: