• વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝ
  • વર્લ્ડકપ પહેલા સિરીઝની પ્રથમ મેચ 20 મેના રોજ રમાશે
  • બ્રેન્ડન કિંગ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો 13મો T20 કેપ્ટન

T20 વર્લ્ડકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકા સાથે સિરીઝ રમવાની છે. જેના માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાંથી ઘણા મોટા ખેલાડીઓના નામ ગાયબ છે જેમાં શાઈ હોપ, નિકોલસ પૂરનનો સમાવેશ થાય છે. આ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે. સિરીઝની પ્રથમ મેચ 20 મેના રોજ રમાશે. આ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની કમાન બ્રાન્ડન કિંગને સોંપવામાં આવી છે. બ્રેન્ડન કિંગ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો 13મો T20 કેપ્ટન બન્યો છે.

વર્લ્ડકપ પહેલા ખાસ T20 સિરીઝ

T20 વર્લ્ડકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા માટે આ સિરીઝ ઘણી મહત્વની છે. આ સિરીઝમાં બંને ટીમોને પોતપોતાની તૈયારીઓ પરખવાની તક મળવાની છે. આન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને શિમરોન હેટમાયર જેવા ખેલાડીઓ આ સિરીઝમાં રમી શકશે નહીં. મોટાભાગના ખેલાડીઓ હાલમાં IPL 2024માં રમી રહ્યા છે અને તેમની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જેના કારણે આ ખેલાડીઓ સાઉથ આફ્રિકા સાથેની સીરિઝ ચૂકી જશે.

સિરીઝ અને વર્લ્ડકપમાં અલગ અલગ કેપ્ટન

T20 વર્લ્ડકપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે વર્લ્ડકપ માટે ટીમની કમાન રોવમેન પોવેલના હાથમાં છે, હવે બ્રાન્ડન કિંગને T20 સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પોવેલ હાલમાં IPLમાં રાજસ્થાન તરફથી રમી રહ્યો હોવાથી અને રાજસ્થાન પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જેના કારણે તે ટીમ સાથે જોડાઈ શકશે નહીં.

દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ

બ્રેન્ડન કિંગ (કેપ્ટન), રોસ્ટન ચેઝ, એલિક અથાનાઝ, જોન્સન ચાર્લ્સ, આન્દ્રે ફ્લેચર, મેથ્યુ ફોર્ડે, જેસન હોલ્ડર, અકિલ હુસેન, શમર જોસેફ, કાયલ મેયર્સ, ઓબેડ મૈકકોય, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ.

  • Follow us on: